ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠાના હિંમતનગર મહિલા પોલીસમાં ફરજ બજાવતા ASIનું Accidentમાં મોત - Sabrkantha latest news

સાબરકાંઠા હિંમતનગર મહિલા પોલીસ મથક (himmatnagar Police Station)ના ASI (Assistant sub-inspector)નું આજે પુરાલ નજીક કાર અકસ્માત (Accident)માં મોત થતા પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે.

સાબરકાંઠાના ASI
સાબરકાંઠાના ASI

By

Published : Jun 22, 2021, 9:57 AM IST

  • પુરાલ નજીક ખાનગી કાર થાંભલા સાથે અથડાતા ASIનું મોત
  • હિંમતનગર મહિલા પોલીસ મથકના ASI જયદીપસિંહ રહેવરનું Accidentમાં મોત
  • હિંમતનગર Civil Hospitalમાં સારવાર અર્થે ખસેડતા સારવાર દરમિયાન મોત

સાબરકાંઠા :હિંમતનગર મહિલા પોલીસ મથકે (himmatnagar Police Station) છેલ્લા કેટલાક સમયથી ફરજ બજાવતા જયદીપ રહેવર ગઇકાલે ગાંભોઇ નજીક આવેલા પુર પાસે ખાનગી કારનો અકસ્માત (Accident) માં મોત થતા હિંમતનગર સહિત જિલ્લાના પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે.

આ પણ વાંચો : તારાપુર પાસે સર્જાયેલા અકસ્માત પહેલા મૃતક પરિવારજનોનો અંતિમ વીડિયો આવ્યો સામે

ASI તરીકે ફરજ બજાવતા જયદીપસિંહને ગંભીર ઇજાઓ પહોંચી

સાબરકાંઠાના હિંમતનગરના મહિલા પોલીસ મથકે ફરજ બજાવતા જય દીપસિહ રહેવર ગઇકાલે ખાનગી કાર (Private car)માં હિંમતનગર તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન પુરાલ પાટીયા પાસે અચાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં ASI તરીકે ફરજ બજાવતા જયદીપસિંહને ગંભીર ઇજાઓ (Serious injury) પહોંચી હતી.

આ પણ વાંચો : Indranaj accident: વરતેજ ગામમાં આક્રંદ, કાળનો કોળીયો થયેલાં પરિવારને અપાઈ શોકાંજલિ

સારવાર અર્થે Civil Hospital ખસેડાયા હતા

તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખસેડાયા હતા. જ્યાં સ્થાનિક ડોક્ટરે મૃત જાહેર કરતા પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો હતો. જોકે, જયદીપસિંહ સ્વભાવે સરળ હોવાના પગલે સાબરકાંઠા જિલ્લા પોલીસ (Sabrkantha District Police)માં પહેલેથી જ પ્રખ્યાત હોવાના પગલે અચાનક મોત થતા સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા (chief police of sabarkantha district) સહિત LCB, SOG તેમજ અન્ય પોલીસ મથકોમાં પણ ઘેરા શોકની લાગણી સર્જાઈ છે.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details