સાબરકાંઠા: ખેડબ્રહ્માના ખેરોજની નચિકેતા વિદ્યાલય સંસ્થામાં અભ્યાસ કરતાં આદિવાસીના 13 જેટલા બાળકોને ધગધગતા ડામ આપવામાં આવ્યા હતા. આ મામલે સંચાલક સામે ફરિયાદ નોંધાતા તેની ધરપકડ કરવામાં આવી છે. સંચાલકને ખેડબ્રહ્મા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ખેરોજ પોલીસ દ્વારા 5 દિવસના રિમાન્ડ માગ્યા હતા, જ્યાં કોર્ટ દ્વારા 4 દિવસના રિમાડ મંજૂર કરવામાં આવ્યા હતા.
ત્રણ મહિના પહેલા બની હતી ઘટના: નચિકેતા વિદ્યાલય સંસ્થામાં ત્રણ મહિના પહેલા મસ્તી કરતાં 13 બાળકોને ચમચી ગરમ કરીને ધગધગતા ડામ આપવામાં આવ્યા હતા. આ બાબતને લઈ વાલીઓ દ્વારા ચાર દિવસ અગાઉ આ મામલે અરજી કરતા સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ખેરોજ પોલીસ સ્ટેશનમાં વાલીએ કરેલ અરજી બાદ સંચાલક સામે ફરિયાદ નોંધાઇ હતી. બનાવ પ્રકાશમાં આવ્યા બાદ મામલાને ગંભીરતા ધ્યાને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આરોપીની ધરપકડ:વાલી અને બાળકોની તપાસ દરમિયાન પોલીસે નચિકેતા સંસ્થાની ટ્રસ્ટી મંડળને શિક્ષકોને પૂછતા સમગ્ર કિસ્સો બહાર આવ્યો હતો. જેની અંદર નિધિ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ચાલતી સંસ્થાની પણ તપાસનો દોર શરૂ કર્યો હતો. નચિકેતા સંસ્થાના કર્મચારીએ નિવેદન આપ્યું છે કે સામાન્ય બાબતે બાળકો વચ્ચે ધમાલ મસ્તી કરતા હોવાના પગલે ડામ અપાયા છે. આ સમગ્ર ઘટના ત્રણ મહિના પહેલા બની હતી. જેમાં તપાસમાં સંસ્થાના સંચાલક રણજીત સોલંકીનું નામ બહાર આવ્યું હતું. તે બાબતને લઈને પોલીસે ફરિયાદ આધારે તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપીને આજે ખેડબ્રહ્મા ખાતે કોર્ટમાં મોકલી પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા. વકીલોના દલીલો બાદ મેજિસ્ટ્રેટે ચાર દિવસના મંજૂર કર્યા હતા.
લોકોમાં ભારે રોષ: વાલીઓનો આરોપ છે કે તેમની રજૂઆત છતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતાં વાલીઓ શિક્ષણાધિકારી સુધી પહોંચ્યા હતા અને લેખિતમાં રજૂઆત કરી હતી. આખરે વાલીઓ સીધા ખરોજ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં લેખિતમાં ફરિયાદ નોંધાવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જે બાદ સમગ્ર મામલો સામે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા.
- Sabarkantha Students Punished: શાળામાં મસ્તી કરતાં 13 બાળકોને ડામ અપાયા, તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાનો આરોપ
- Sabarkantha Crime News: હિંમતનગર ખાતે રેડ દરમિયાન 40 લાખ રુપિયાની નકલી દવાનો જથ્થો જપ્ત કરાયો