ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠામાં ખોટા પ્રમાણપત્ર મુદ્દે આદિવાસીઓએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર - આવેદનપત્ર પાઠવ્યું

હિંમતનગરમાં આદિવાસીઓએ ખોટા પ્રમાણપત્ર બનાવવા મુદ્દે કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માગ કરી હતી અને જણાવ્યું કે આગામી સમયમાં સરકાર આ મુદ્દે ઠોસ પગલાં નહીં લે તો ગુજરાત ભરમાં આંદોલન કરાશે.

ખોટા પ્રમાણપત્ર મુદ્દે આદિવાસીઓએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
ખોટા પ્રમાણપત્ર મુદ્દે આદિવાસીઓએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

By

Published : Feb 6, 2020, 3:13 PM IST

સાબરકાંઠા : જિલ્લાના આદિવાસીઓ એ આજે કલેકટરને આવેદનપત્ર પાઠવી જૂનાગઢના ગીર સહિતના વિસ્તારોમાં નકલી આદિવાસીઓને ખોટા પ્રમાણપત્રના આધારે નોકરી સહિત વિવિધ ક્ષેત્રોમાં સહાય આપવાના મુદ્દે રજૂઆત કરી હતી. તેમજ આગામી સમયમાં આ મુદ્દે પગલાં ભરવાની માગ કરી હતી.

ખોટા પ્રમાણપત્ર મુદ્દે આદિવાસીઓએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

ગુજરાતના જૂનાગઢ સહિતના વિસ્તારોમાં આદિવાસી ન હોય તેવા સમુદાયોને નકલી પ્રમાણપત્રના આધારે શૈક્ષણિક તેમજ અન્ય સહાય આપવાનો મુદ્દો ધીરે ધીરે સમગ્ર ગુજરાતમાં પ્રસરી રહ્યો છે, ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં પણ આજે આવેદનપત્ર પાઠવી ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી. જોકે આગામી સમયમાં આ મુદ્દો કેટલો ઉગ્ર બને છે તે પણ મહત્વનું બની રહેશે. હાલમાં સ્થાનિક ધોરણે વચ્ચે માગ કરી હતી કે તેમની લાગણી અને માંગણી રાજય સરકાર તેમજ રાજ્યપાલ સુધી પહોંચાડવા આવેદનપત્ર પાઠવી આગામી સમયમાં જો કોઈ પણ પ્રકારનો મુદ્દો ન ઉકેલાય તો સમગ્ર ગુજરાતને આંદોલનમાં આવવાની વાત કરી છે, ત્યારે સરકાર આ મુદ્દે કેટલી ગંભીર બને છે તે પણ મહત્વનું બની રહે છે.

ABOUT THE AUTHOR

...view details