સાબરકાંઠાઃજિલ્લાના સિયાસણ અને પાંચ ગામના દૂધ મંડળી વચ્ચે અથડામણ થઈ હતી. ત્યારે આ મામલે ઈડર પોલીસ જવાન ઉપર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરવાના મામલે ઈડર પોલીસે 3 વ્યક્તિની અટકાયત કરી છે. તેમ જ આ મામલે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા ગ્રામજનોની ઉગ્ર માગ ઊઠવા પામી છે. ત્યારે પોલીસ પર હુમલો કરતા શખ્સને ઝડપી પાડી જેલહવાલે કરાયો હતો.
આ પણ વાંચોઃVadodara Crime : ચાર શખ્સોએ યુવકને ઢોર માર મારતા ત્રણ દાંત પાડી નાખ્યા, વિડીયો વાયરલ
માથાભારે શખ્સે કર્યો હુમલોઃ ઈડર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું સિયાસન ગ્રામ પંચાયત વિસ્તારમાં આદિવાસી સમાજ વસવાટ કરે છે. આ વિસ્તારમાં આવેલી પાંચ ગામડાં પ્રાથમિક શાળાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે એટલે પાંચ ગામડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે સિયાસન પ્રાથમિક શાળા ખાતે જઈ રહ્યા છે. તેવામાં આ વિસ્તારમાં વસવાટ કરતો અને માથાભારે શખ્સ ચંદુ પરમાર નામનાં વ્યક્તિએ પોતાની અંગત અદાવતને લઈને પ્રાથમિક શાળાનાં બાળકોની વાન અડધે રસ્તે રોકી હતી. તેમ જ બાળકોને ગાડીમાં ન લઈ જવાનું કહી ગાડીને નુકસાન પહોંચાડી ચાલકને મારી નાખવાની ધમકી આપી હતી.
અંગત અદાવતના કારણે હુમલોઃ પાંચ ગામડા દૂધ સેવા સહકારી મંડળીમાં થોડા દિવસ અગાઉ દૂધ ભરાવવા પહોચેલાં ચંપા ઓજાત નામનાં મહિલા અને ડેરીના સેક્રેટરી વચ્ચે દૂધનાં ફેટને લઈ બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ચંપાબેનનું ઉપરાણું લઈ પહોચેલા ગામનો માથાભારે શખ્સ ચંદુ પરમારે ડેરીનાં ટેસ્ટર તેમ જ સેક્રેટરીને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે ગામના બાળકો અભ્યાસ અર્થે પોતાનાં ગામેથી અન્ય ગામેથી આવતા સમયે આરોપી ચંદુ પરમાર, ચંપા ઓજાત તેમ જ બ્રિલિયન્ટ નામનાં ત્રણે વ્યક્તિઓએ શાળામાંથી છૂટી ઘરે આવતાં સમયે બાળકોની વાનને અડધે રસ્તે રોકી આગળ જવાની ન પાડી દીધી હતી.