સાબરકાંઠાઃ હિંમતનગરમાં વધુ એક હનીટ્રેપનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જેમાં અમદાવાદની યુવતીએ ફેસબૂક મારફત મિત્રતા કેળવી ઓન લાઇન રકમ ચૂકવી હોવાની ફરિયાદ નોંધાઈ છે..
સાબરકાંઠાના હિંમતનગર ના યુવક ઉપર અમદાવાદની યુવતીએ ફેસબુક ઉપર મિત્રતા કર્યા બાદ અશ્લીલ વીડિયો બનાવ્યા હતા. તેમજ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી phonepe તેમજ google pay દ્વારા 5000થી વધારેની રકમ મેળવી ચૂકી છે. તેમજ આ માગણી યથાવત રહેતા હિંમતનગરના યુવકે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેના પગલે જિલ્લામાં ફરી એક વખત ખળભળાટ સર્જાયો છે.
હિંમતનગરમાં હનીટ્રેપનો વધુ એક કિસ્સો સાબરકાંઠામાં છેલ્લા ચાર માસમાં હનીટ્રેપનો બીજો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ફેસબુક દ્વારા મિત્રતા કેળવી હતી. સાથોસાથ યુવતી દ્વારા યુવક પાસે અશ્લીલ હરકતો કરાવી એક વીડિયો બનાવ્યો હતો. જે અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રોકડ રકમની માંગણી યથાવત રહેતા ફરિયાદ નોંધાઈ છે.
આ મામલે હિંમતનગર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે પણ તપાસ શરૂ કરી છે. જોકે, દિનપ્રતિદિન વધી રહેલા સામાજિક દૂષણને દૂર કરવા માટે પોલીસ દ્વારા આવા તત્વો સામે કઠોર કાર્યવાહી થાય તે જરૂરી છે જોકે, આવું ક્યારે થશે તો સમય બતાવશે.