સાબરકાંઠા: જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. વધુ 10 કેસ નોંધાતા સાબરકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવનો વ્યાપ 550ને પાર થયો છે. તેમજ આગામી સમયમાં આ મામલે વહીવટીતંત્ર 12 વર્ષ પહેલા લેવાની જરૂરિયાત સર્જાઈ છે.
સાબરકાંઠામાં કોરોનાના વધુ 10 કેસ નોંધાયા, કુલ સંખ્યા 500ને પાર - Gujarat Corona Update
કોરોનાનો કહેર દિવસેને દિવસે વધતો જાઇ રહ્યો છે, ત્યારે સાબરકાંઠામાં કોરોનાના વધુ 10 કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવનો વ્યાપ 550ને પાર થયો છે.
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોના 10 કેસ નોંધાયા છે. જેમાં હિંમતનગરમાં રણછોડરાય સોસાયટીમાં 50 વર્ષીય પુરુષને, અમરપાર્ક સોસાયટીમાં 52 વર્ષીય પુરુષ, મોતીપુરામાં 60 વર્ષીય મહિલા, મહાવીર નગરમાં હરિઓમ સોસાયટીમાં 54 વર્ષીય મહિલા, શ્યામ સુંદર સોસાયટીમાં 33 વર્ષીય મહિલા, ઇડર તાલુકામાં મદની સોસાયટીમાં 67 વર્ષીય પુરુષ, નગર રોડ વિસ્તારમાં 63 વર્ષીય પુરુષ, ખેડબ્રહ્મા તાલુકામાં સ્ટેશન રોડ વિસ્તારમાં 70 પુરુષ વડાલીમાં મેમન કોલોનીમાં 73 વર્ષીય, હાથરવા ગામમાં 42 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝટિવ આવ્યો છે.
જો કે, આ મામલે આગામી સમયમાં વધુ ઠોસ પગલાંની જરૂરિયાત છે. ત્યારે જોવુંએ રહે છે કે, તંત્ર આગામી સમયમાં કોરોના પોઝિટિવ મામલે કેવા અને કેટલા જરૂરી પગલા ભરશે.