સાબરકાંઠાઃ જિલ્લાના વિજયનગર વિસ્તારમાં આજની તારીખે પણ આંગણવાડી કેન્દ્રમાં પાકા મકાનો બની શક્યાં નથી. જેના પગલે પીવાના પાણીની પણ પ્રાથમિક જરૂરિયાત પૂરી થઈ શકતી નથી. એકતરફ રાજ્ય સરકાર કુપોષણ દૂર કરવા માટે કરોડોના ખર્ચ કરી રહી છે, બીજીતરફ દિન-પ્રતિદિન કુપોષણ વધી રહ્યું છે. ત્યારે બાળકોના પોષણયુક્ત આહારની સાથો-સાથ પ્રાથમિક જરૂરિયાતો પણ પ્રાપ્ત ન થઈ શકી હોય તેવો ઘાટ સર્જાયો છે.
અહીં આંગણવાડીઓના હાલ છે બેહાલ, તમામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત - anganwadi
રાજ્ય સરકાર કુપોષણ દૂર કરવા માટે કરોડો રૂપિયા ફાળવે છે. ત્યારે સાબરકાંઠાના વનવાસી વિસ્તારોમાં આજે પણ આંગણવાડી કેન્દ્રો પાયાની સુવિધા વિહોણા છે. આંગણવાડી કેન્દ્રમાં આજની તારીખે પણ પીવાનું પાણી તેમજ પાકા મકાનો બની શક્યાં નથી.
ખેડબ્રહ્માના મોટાભાગના ગ્રામીણ વિસ્તારોમાં આગળવાડી કેન્દ્રોમાં સુવિધા પહોંચી શકી નથી. આ મામલે સ્થાનિક આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લેતા તેઓએ કોઈપણ વાત કરવાનું ટાળ્યું હતું. સાથોસાથ સાબરકાંઠા જિલ્લા પ્રશાસન તંત્રમાં પણ કોઈપણ વ્યક્તિએ આ મામલે કોઈપણ પ્રકારનું નિવેદન આપવાનું ટાળ્યું હતું. જોકે આવી પરિસ્થિતિમાં કુપોષણ દૂર થશે એ સવાલ આગામી સમયમાં પણ ઉભો રહે તો નવાઈ નહીં.
જોકે રાજ્ય સરકાર દ્વારા આમલી આગામી સમયમાં છેવાડાના આંગણવાડી કેન્દ્ર તેમ જ તેડાં ઘર મામલે સરકાર નક્કર પગલાં ભરે તે વિસ્તારના લોકોની માગ છે. જોકે આવું ક્યારે થશે એ તો સમય બતાવશે.