ખેડબ્રહ્માના પુલ નજીકના ખુલ્લા વિસ્તારમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળવાની વાતને પગલે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. જો કે, પોલીસને હજુ સુધી આ યુવકની ઓળખાણ થઇ નથી .
સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા ચકચાર - ખેડબ્રહ્મા
હિંમતનગર: ખેડબ્રહ્મામાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે આ મૃતદેહને હાલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડેલ છે.
સાબરકાંઠા
આ અંગે પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. જો કે, યુવકની હત્યા કયા સંજોગોમાં કેવી રીતે અને કોણે કરી છે તે અંગે રહસ્ય હજુ યથાવત છે?