ગુજરાત

gujarat

ETV Bharat / state

પોશીનામાં મગરે કરેલા હુમલા મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું

તાજેતરમાં સાબરકાંઠા(Sabarkantha)ના પોશીના તાલુકાના ખારા ગામે બીજા ધોરણમાં અભ્યાસ કરતા બાળક ઉપર મગરે હુમલો(Crocodile attack) કરતાં મોત થયા બાદ સોમવારે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ(Legislative Congress)ના દંડક તેમજ સ્થાનિક ધારાસભ્ય અશ્વિન કોટવાલ (MLA Ashwin Kotwal)સાબરકાંઠા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે તળાવમાંથી મગર દૂર કરવા સહિત વિદ્યાર્થીના પરિવારને રૂપિયા ચાર લાખની સહાય આપવાની માંગ કરી છે.

પોશીનામાં મગરે કરેલા હુમલાના મામલે જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું
પોશીનામાં મગરે કરેલા હુમલાના મામલે જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું

By

Published : Oct 19, 2021, 12:49 PM IST

  • ધોરણ 2માં અભ્યાસ કરતા વિધાર્થીનું મોત
  • પોશીના તાલુકાના કાળા ખેતરા ગામે મગર હુમલો
  • તળાવમાંથી મગર દૂર કરી રૂપિયા ૪ લાખ સહાય કરી માંગઃ કોંગ્રેસ

સાબરકાંઠાઃ પોશીના તાલુકામાં કાળા ખેતરા ગામે બે દિવસ અગાઉ સાંજના સમયે તળાવના કિનારેથી પસાર થઇ રહેલા માતા-પુત્ર ઉપર અચાનક મગરે હુમલો(Crocodile attack) કરતા બાળકને ઊંડા પાણીમાં ખેંચી જતાં બાળકનું મોત નીપજ્યું હતું. જેના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ હતી. આ મામલે સ્થાનિકોએ વહીવટી તંત્રની જાણ કરતાં વહીવટીતંત્ર દ્વારા ગત રાત્રિએ બાળકના ક્ષત-વિક્ષત હાલતમાં અવશેષો મળી આવતાં તેની અંતિમવિધિ કરી હતી. જોકે સ્થાનિક કક્ષાએ ઊભી થયેલી પરિસ્થતી તેમજ રોષને પગલે આજે ગુજરાત વિધાનસભાના કોંગ્રેસના દંડક(Punishment of Congress) તેમજ ખેડબ્રહ્માના ધારાસભ્ય(MLA of Khedbrahma) અશ્વિન કોટવાલ સ્થાનિક આગેવાનો સાથે સાબરકાંઠા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે રૂપિયા ચાર લાખની સહાય બાળકના પરિવારજનોને આપવાની માંગ કરી છે સાથોસાથએ તાત્કાલિક ધોરણેની કાળા ખેતરા ગામે આવેલા તળાવમાંથી મગરોને દૂર કરવા માટે પણ ખાસ જણાવ્યું છે.

પોશીનામાં મગરે કરેલા હુમલાના મામલે જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું

કાળા ખેતરા ગામે તળાવમાં મગરોની વધતી સંખ્યા બની આફત

સાબરકાંઠાના પોશીના વિસ્તારમાં કારા ખેતરા ગામે છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક તળાવમાં મગરો(Crocodile in the lake)ની સંખ્યા વધી રહી છે. ત્યારે હાલના તબક્કે વાત કરવામાં આવે તો મગર 40થી વધારે ઈંડા આપે છે. તેમજ દિનપ્રતિદિન તેની સંખ્યા ભયજનક રીતે વધી રહી છે. જોકે વધતી મગરોની સંખ્યાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ફફડાટ સર્જાયો છે. આ મામલે તંત્ર દ્વારા હજુ સુધી નક્કર પગલાં લેવાયા નથી. જેના પગલે સમગ્ર પૂછી ના વિસ્તાર માં આ મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

તળાવમાં દિન-પ્રતિદિન હુમલાઓનો બનાવોમાં વધારો

કારા ખેતરા ગામે છેલ્લા કેટલાક સમયથી મગર નો ત્રાસ યથાવત રહ્યું છે. સ્થાનિકોનું માનવું હતું તળાવમાં વધતી જતી મગરની સંખ્યાના પગે કેટલાય પશુઓ મોતને ઘાટ ઉતરી ચૂક્યા છે. તેમ જ છેલ્લા એક મહિનામાં ત્રણથી વધારે હુમલાવો માનવી ઉપર થયા છે. જેમાં બે દિવસ પહેલા થયેલા હુમલામાં બાળકનું મોત થયું છે. જેથી સ્થાનિકો સહીત ગુજરાત વિધાનસભા દંડક અશ્વિન કોટવાલ તાત્કાલિક ધોરણે તળાવમાંથી મગરોની સ્થાપિત કરવાની માંગ કરી છે

જોકે આ મામલે આગામી સમયમાં કેવા અને કેટલા પરિણામો બદલાય છે. એ તો સમય બતાવશે પરંતુ વર્તમાન સમય સંજોગ અને મગરોની સંખ્યા વધવાના પગલે સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે તે નિર્વિવાદ બાબત છે

આ પણ વાંચોઃ હિંમતનગરથી પ્રસિદ્ધ થયેલી વેબ સિરીઝને દેશમાં મળ્યું સ્થાન

આ પણ વાંચોઃ હિંમતનગરના ખેડૂતે પરંપરાગત પાક સાથે મધની ખેતી કરી ખેડૂતોને બતાવી આવકની નવી દિશા

ABOUT THE AUTHOR

...view details