ગુજરાત

gujarat

ETV Bharat / state

વરસાદી ખાડાના કારણે ઈડર-હિંમતનગર હાઇવે પર અકસ્માત સર્જાયો, કોઈ જાનહાનિ નહીં - The accident was caused by a rain pit on the Idar-Himmatnagar highway

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં થયેલા અનરાધાર વરસાદના પગલે મોટાભાગના રસ્તાઓ ધોવાઇ ગયા છે. ત્યારે ઈડર-હિંમતનગર હાઈવે પર પાણીના પગલે સમગ્ર રસ્તો તૂટી ગયો છે. જેના પગલે સોમવારના રોજ અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસીબે કોઇ જાનહાની થઇ નથી.

વરસાદી ખાડાના કારણે ઇડર-હિંમતનગર હાઇવે પર અકસ્માત સર્જાયો
વરસાદી ખાડાના કારણે ઇડર-હિંમતનગર હાઇવે પર અકસ્માત સર્જાયો

By

Published : Aug 31, 2020, 10:35 PM IST

સાબરકાંઠાઃ જિલ્લામાં વરસાદના પગલે મોટાભાગના રોડ અને રસ્તાઓ તૂટી ગયા છે. તેમ જ રોડ પર ગાબડા પડ્યા છે. જેના પગલે ઇડર હિંમતનગર હાઈવે પણ તુટ્યો છે. જેના પગલે અકસ્માતો શરૂ થયા છે. જેમાં સોમવારના રોજ હિંમતનગરથી ઇડર તરફ જતી ગાડી અચાનક ખાડામાં પડવાથી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને 2 રસ્તા વચ્ચે બનાવેલી રેલિંગ ઉપર ચડી ગઇ હતી.

વરસાદી ખાડાના કારણે ઈડર-હિંમતનગર હાઇવે પર અકસ્માત સર્જાયો

અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા પગલે ગાડીમાં બેઠેલા ચાર વ્યક્તિઓ પૈકી બે વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ થઈ હતી. તેમજ ગાડીને ભારે નુકસાન થયુ છે. જોકે અચાનક અકસ્માતના પગલે ઇડર હિંમતનગર હાઈવે ટ્રાફિક પણ સર્જાયો હતો.

વરસાદી ખાડાના કારણે ઈડર-હિંમતનગર હાઇવે પર અકસ્માત સર્જાયો

એક તરફ વરસાદી માહોલના કારણે રોડ તૂટેલા છે, તો બીજી તરફ ભ્રષ્ટાચારમાં કરાયેલી કામગીરીને પગલે જિલ્લાના મોટાભાગના રોડ તૂટી ગયા છે. ત્યારે આ મામલે આગામી સમયમાં તપાસ થાય તો ભ્રષ્ટાચાર આદરી કામ કરનારા લોકો બહાર પડી શકે તેમ છે. જોકે આવું ક્યારે બનશે તો સમય બતાવશે.

ABOUT THE AUTHOR

...view details