સાબરકાંઠાના ઈડરથી લઈ ખેડબ્રહ્મા સુધી છેલ્લા 3 વર્ષથી રેલ વ્યવહાર બંધ છે. તેમજ ભારતીય રેલવે વિભાગ દ્વારા ગેજ પરિવર્તનની કાર્યવાહીના ભાગરૂપે હાલમાં મીટરગેજ લાઈન પાટણ ખોલી નાખવામાં આવે છે. જેના પગલે હાલમાં ઇડર વડાલી તેમજ ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાંથી પસાર થતી રેલવે લાઈન પર આવેલા રેલવે સ્ટેશનની હાલત કફોડી થવા પામી છે. આ રેલ્વે સ્ટેશનના પાટા તેમજ પ્લેટફોર્મની હાલત તદ્દન બિસ્માર થઈ ચૂકી છે.
આ વિસ્તારમાં હાલમાં વરસાદી માહોલ બાદ ઝાડી-ઝાંખરા ઊગી ચૂક્યા છે. તેમજ રેલ્વે ઉપર માત્રને માત્ર અન્ય સ્થળો પરથી ટિકિટ બુકિંગ માટે કેટલાક લોકો આવતા હોય છે. જેના પગલે લોકોમાં આ વિસ્તારમાં જલ્દી રેલવે લાઇન શરૂ થાય તેવી માગ કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે હિંમતનગર સુધીની લાઇન ક્લીયર થયા બાદ હજુ સુધી આ વિસ્તારમાં ગેજ પરિવર્તન માટે કોઈપણ પ્રકારનો ટેન્ડરીંગ ન થતા હવે સ્થાનિકોની ધીરજ ખૂટવા પામી છે.