વરસાદી સિઝનમાં નેશનલ હાઇવે નંબર 8 ઉપર અમદાવાદથી હિંમતનગર સુધી રોડ અને રસ્તાઓ ઉપર ખાડાઓ પડતા દિન-પ્રતિદિન અકસ્માતોની સંખ્યા વધી રહી છે. શનિવારે પ્રાંતિજ નજીક શાકભાજી તેમજ અનાજ ભરેલા ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
હિંમતનગર પાસે નેશનલ હાઇવે નંબર 8 ઉપર ગંભીર અકસ્માત - Accident by tractor and tempo
સાબરકાંઠા : હિંમતનગર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 8 ઉપર શનિવારના રોજ પ્રાંતિજ નજીક શાકભાજી અને અનાજ ભરેલા ટ્રેક્ટર અને ટેમ્પો અથડાયો હતો. જેમાં બે ખેડૂત ગંભીર રૂપે ઘાયલ થયા હતા. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. તેમજ અનાજ અને શાકભાજીના રોડ ઉપર ખડકલા થઇ જવાથી હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.
![હિંમતનગર પાસે નેશનલ હાઇવે નંબર 8 ઉપર ગંભીર અકસ્માત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4658842-thumbnail-3x2-sabar.jpg)
અકસ્માતના કારણે રોડ ઉપર શાકભાજી તેમ જ અનાજ વિખરાયું હતા. રોડ ઉપર બંને વાહનો પલટી માર્યા બાદ ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. જો કે, અકસ્માતના પગલે બે ખેડૂતો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સૌથી મહત્વની બાબત એ છે કે, છેલ્લા કેટલાક સમયથી નેશનલ હાઇવે નંબર 8 ઉપર અમદાવાદ થી હિંમતનગર સુધી ખાડાઓનું રાજ જોવા મળે છે. તેમજ આજદિન સુધી ખાડાઓ રીપેર કરવામાં આવ્યા નથી. તેમજ વરસાદ બંધ થયા બાદ પણ વહીવટી તંત્ર જાણે કે કોઈ મોટા અકસ્માતની રાહ જોતું હોય તેમ હજુ સુધી કોઈ સમારકામ હાથ ધરવામાં આવ્યુ નથી. ત્યારે રસ્તા ઉપર ક્યારે સમારકામ હાથ ધરાશે એ તો હવે સમય જ બતાવશે.