ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠા જિલ્લા ભાજપ પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન સહિત 50 લોકો ભાજપમાં જાડોયા - Attempt to make Vishwaguru India

સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસમાં ફરી એક વખત ભૂકંપ સર્જાયો છે. સાબરકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલય જિલ્લા પંચાયતના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન સહિત 50થી વધારે કાર્યકર્તા હોવાથી રાજીનામાં ધરી કેસરીયો ધારણ કરતા કોંગ્રેસમાં ખળભળાટ સર્જાયો છે.

50 લોકો ભાજપમાં જાડોયા
50 લોકો ભાજપમાં જાડોયા

By

Published : Feb 17, 2021, 9:18 AM IST

  • સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસમાં કકળાટ યથાવત
  • પૂર્વ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન સહિત 50 લોકો ભાજપમાં જોડાયા
  • વિશ્વગુરુ ભારત બનાવવાના પ્રયાસ અંતર્ગત ભાજપમાં જોડાય

સાબરકાંઠા :સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મામલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. ત્યારે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસમાં ફરી એક વખત ભૂકંપ સર્જાયો હતો. સાબરકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલય જિલ્લા પંચાયતના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન સહિત 50થી વધારે કાર્યકર્તા હોવાથી રાજીનામા ધરી કેસરિયો ધારણ કરતા કોંગ્રેસમાં ખળભળાટ વ્યાપી છે તો ભાજપ ગેલમાં આવ્યું છે.

વિશ્વગુરુ ભારત બનાવવાના પ્રયાસ અંતર્ગત ભાજપમાં જોડાયા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મામલે ઉમેદવારોની આવન-જાવન યથાવત રહેતી હોય છે. જો કે, ચૂંટણી સમયે શરૂ થયેલી આવન-જાવન ઉમેદવારીપત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે પણ યથાવત રહેશે. સાબરકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન જયેશભાઇ પટેલ સહિત કડોલી બેઠકના અંકિત પટેલ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. સાબરકાંઠા જિલ્લા પંચાયત સહિત તમામ તાલુકા પંચાયતો ભાજપની બને તે માટે કમર કસવાની વાત કરી છે. જો કે, સૌથી નોંધનીય બાબત છે કે, કોંગ્રેસ દ્વારા મેન્ડેટ ન મળતા ભાજપ સાથે જોડાયેલા અગ્રણીઓનું માનવું છે કે, ભારતના વડાપ્રધાન દ્બારા વિશ્વગુરુ ભારત બનાવવાના પ્રયાસ અંતર્ગત તેઓ આજથી ભાજપમાં જોડાયા છે .જો કે, જોવું એ રહે છે કે આગામી સમયમાં પરસ્પર વિરોધી વિચારધારા અપનાવનારા નેતાઓને સ્થાનિક લોકો કેટલો આવકાર આપે છે.

50 લોકો ભાજપમાં જાડોયા
ટિકિટ મામલે બંન્ને પક્ષોમાં રોષસાબરકાંઠા જિલ્લામાં ભાજપ તેમજ કોંગ્રેસના વખતે વિવિધ નીતિનિયમો અંતર્ગત ટિકિટની ફાળવણી કરવાની હોવાના પગલે જુના અને પીઠ કાર્યકરોમાં ભારે રોષ વ્યાપ્યો છે. જો કે, આ મામલે બંન્ને પક્ષો દ્વારા જે તે સમયે નૈતિકતાની વાતો કરતા આવ્યા છીએ. છેલ્લા પાંચ વર્ષમાં સ્થાનિક જનતા ઉપર ચોક્કસ પકડ જમાવી શકનારા તમામ નેતાઓની છૂટ્ટી થઇ ગઈ છે. હવે પક્ષ બદલી પોતાની તૈયારી બતાવા સૌ કોઈ ઉમેદવારો કામે લાગ્યા છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન જયંત પટેલે રાજીનામું આપી કેસરીયો ખેસ ધારણ કર્યો છે.કોંગ્રેસ, ભાજપ સહિત આમઆદમી અને અપક્ષો દ્વારા વિવિધ જીતના દાવાહાલમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ, ભાજપ સહિત આમઆદમી અને અપક્ષો દ્વારા વિવિધ જીતના દાવા કરી રહ્યા છે. જો કે, મતદારોએ આ વખતે શું છે ભેદી મૌન ધારણ કર્યું છે. જેના પગલે ઉમેદવારો પણ મૂંઝાયા હોય તેવો ઘાટ સર્જાયો છે. આગામી સમયમાં આ મામલે કેવા પરિણામો આપે છે તે પણ મહત્વનું બની રહેશે.

ABOUT THE AUTHOR

...view details