- હિંમતનગરની આસ્થા આચાર્યને કરાટેમાં જુનિયર સરદાર પટેલ એવોર્ડ મળ્યો
- ગુજરાત સરકાર દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો
- સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું
સાબરકાંઠા:હિંમતનગરની આસ્થા આચાર્યને કરાટેમાં જુનિયર સરદાર પટેલ એવોર્ડ મળતા જિલ્લામાં ખુશીનો માહોલ સર્જાયો છે. જો કે, આઝાદીના સાત દાયકામાં જિલ્લાને પ્રથમ વખત સરદાર પટેલ એવોર્ડ મળ્યો છે.
સાબરકાંઠાના રમતવીરો માટે પ્રોત્સાહન
આસ્થાએ જિલ્લા કક્ષાથી નેશનલ કક્ષા સુધી કેટલાયે એવોર્ડ મેળવ્યા છે. સાથે જ ગુજરાત સરકાર દ્વારા તેને સન્માનિત કરી એવોર્ડ અપાયો છે. આસ્થાને રાજ્ય સરકાર દ્વારા પ્રતિ માસ ચોક્કસ રકમ પણ આપવામાં આવે છે. સાબરકાંઠાને મળેલી આ સિદ્ધિ જિલ્લાનાં અન્ય રમતવીરો માટે પણ પ્રોત્સાહન રૂપ બની રહેશે.
કરાટેમાં મેળવ્યો જુનિયર સરદાર પટેલ એવોર્ડ ગુજરાત સરકાર દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો
સાબરકાંઠાના હિંમતનગરની આસ્થા આચાર્ય હાલમાં સમગ્ર જિલ્લા માટે ગૌરવ બની રહી છે. સાબરકાંઠા જિલ્લામાં કરાટે ની રમતમાં શરૂઆતથી જ રસ ધરાવનાર આસ્થા આચાર્યને અભ્યાસની સાથે સાથે રમતમાં પણ સમગ્ર રાજ્ય કક્ષાએ પોતાનું કૌવત બતાવતા ગુજરાત સરકાર દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો છે.