ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠામાં AAPની યોજાઈ બેઠક, નવા કૃષિ બિલને ગણાવ્યો મોત સમાન કાયદો - સ્થાનિક સ્વરાજની ચૂંટણી

આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને હવે આમ આદમી પાર્ટીએ પણ પોતાનું સંગઠન મજબૂત કર્યું છે, જે અંતર્ગત સાબરકાંઠાના હિમ્મતનગર ખાતે આમ આદમી પાર્ટીની એક બેઠક યોજાઈ હતી. અહીં તેમને ગુજરાત સહિત ભારત સરકાર ઉપર વિવિધ આક્ષેપ કરી સ્થાનિક સ્વરાજમાં જ્વલંત વિજય મેળવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. હાલમાં ખેડૂતો નવા કૃષિ બિલનો વિરોધ કરી રહ્યા છે તેને જ મુખ્ય મુદ્દો બનાવી અને તેનો ફાયદો ઉઠાવી આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવવાની તૈયારી કરી રહી છે.

સાબરકાંઠામાં AAPની યોજાઈ બેઠક, નવા કૃષિ બિલને ગણાવ્યો મોત સમાન કાયદો
સાબરકાંઠામાં AAPની યોજાઈ બેઠક, નવા કૃષિ બિલને ગણાવ્યો મોત સમાન કાયદો

By

Published : Dec 31, 2020, 8:09 AM IST

  • સાબરકાંઠામાં આમ આદમી પાર્ટીની બેઠક યોજાઈ
  • સ્થાનિક સ્વરાજમાં જ્વલંત વિજયની આશા વ્યક્ત કરી
  • ગુજરાત તેમ જ ભારત સરકાર સામે કરાયા આક્ષેપ
  • કેન્દ્ર સરકાર દ્વારા લવાયેલા નવા કૃષિ બિલનો વિરોધ
  • નવો કૃષિ કાયદો ખેડૂતો માટે મોત સમાનઃ AAP

સાબરકાંઠાઃ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ કોંગ્રેસની સાથોસાથ હવે સાબરકાંઠા જિલ્લામાં આમ આદમી પાર્ટીએ પણ પોતાનું મજબૂત પક્ષ રાખી આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જે અંતર્ગત તેમને ભારત તેમ જ ગુજરાત સરકારના વિવિધ કાયદાઓનો વિરોધ કરી આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મજબૂત તેમ જ સાચા ઉમેદવારો ઊભા રાખી જ્વલંત વિજય મેળવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો

આમ આદમીની બેઠક, સ્થાનિક સ્વરાજમાં બનશે વિજયી

કેન્દ્ર સરકારના અપાયેલા કૃષિ સંશોધન બિલનો પ્રખર વિરોધ કરી ખેડૂતો માટે આ બિલ મોત સમાન બની રહેશે તેવી વાત આપે કરી હતી. સામાન્ય રીતે એક તરફ ભારત સરકાર સામે 40 જેટલા વિવિધ ખેડૂત સંગઠન સહિત હજારોની સંખ્યામાં ખેડૂતો રોડ ઉપર છે ત્યારે આમ આદમી પાર્ટી તેમને સંપૂર્ણ ટેકો આપી વાઈફાઈ સુધીની સેવાઓ પૂરી પાડી ખેડૂતો સાથે રહેવાની વાત કરી રહી છે. તો બીજી તરફ હવે ગુજરાતના રાજકારણમાં પણ ખેડૂતોના મામલે એકરૂપ થવાની વાત પર ભાર મૂકાયો છે.

આમ આદમી પાર્ટી કૃષિ ક્ષેત્રે ખેડૂત સાથે

છેલ્લા કેટલાક વર્ષોમાં ખેડૂતો મામલે નિર્ણય લેવામાં વિવિધ સંગઠનો પણ નિષ્ફળ નીવડી રહ્યા છે. હાલમાં એક તરફ વિવિધ મામલે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા કૃષિ સંશોધન અને વિરોધ થઈ રહ્યો છે તેવા સમયે આમ આદમી પાર્ટીએ ઉઠાવેલા મુદ્દો આગામી સમયમાં કેટલો સફળ બની રહી છે તે પણ મહત્ત્વની બાબત છે. જોકે, જોરશોરથી શરૂ કરાયેલી આમ આદમી પાર્ટીનીની ખેડૂતો સાથે રહેવાની વાતો આગામી સમયમાં સ્થાનીક સ્વરાજમાં કેટલી સફળતા અપાવે છે તે પણ મહત્ત્વ ની બાબત છે.

ABOUT THE AUTHOR

...view details