ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીના પ્રમુખ સાબરકાંઠાની મુલાકાતે - સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતા તમામ પક્ષો ઉમેદવારોની પસંદગીથી જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે આજે સોમવારે આમ આદમી પાર્ટી દ્વારા સાબરકાંઠાના હિંમતનગર ખાતે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં AAPના પ્રમુખે નિવેદન આપ્યું હતું કે, વન નેશન વન ઇલેક્શનની વાતો કરનારી સરકાર ગુજરાતમાં જ બે પરિણામો જાહેર કરવાની છે, ત્યારે આગામી સમયમાં સુપ્રીમ કોર્ટ સુધી લડાઈમાં પણ આમ આદમી પાર્ટી પાછી નહીં પડે તેમજ આ વખતે છેવાડાના વ્યક્તિમાં પણ બદલાવની તૈયારી છે. જેથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત થશે.

ETV BHARAT
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીના પ્રમુખ સાબરકાંઠાની મુલાકાતે

By

Published : Jan 25, 2021, 3:52 PM IST

Updated : Jan 25, 2021, 9:06 PM IST

  • આમ આદમી પાર્ટી બનશે વિકલ્પ
  • તાનાશાહી સામે જીતશે આમ આદમી
  • સુપ્રીમ કોર્ટ સુધીની લડાઈ પણ લડશે
  • મુખ્ય પાયાની સુવિધાઓના મુદ્દે રાજકારણ
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીના પ્રમુખ સાબરકાંઠાની મુલાકાતે

સાબરકાંઠા: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઇ ચૂકી છે. આગામી સમયમાં 24 ફેબ્રુઆરી તેમજ 28 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે તમામ પક્ષો દ્વારા છેવાડાના મતદારની મનાવવાના પ્રયાસો શરૂ થયા છે, ત્યારે સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજે સોમવારે આમ આદમી પાર્ટીનું સંમેલન યોજાયું હતું. જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા જણાવ્યું હતું કે, આગામી સમયમાં છેવાડાના માનવીનું બદલાયેલું જનમાનસ આગામી સમયમાં ગુજરાત કક્ષાએ જીત અપાવશે. આ સાથે જ ગત કેટલાક સમયથી ચાલી આવતી તાનાશાહી સામે આ વખતે વ્યાપક વિરોધાભાસ હોવાના પગલે આમ આદમી પાર્ટીને આવકાર મળી રહ્યો છે. જે અંતર્ગત મહાનગરપાલિકાથી લઈ છેવાડાની તાલુકા પંચાયત સુધી આમ આદમી પાર્ટી જીતશે. જો કે, વન નેશન વન ચૂંટણી આ મામલે નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન એક તરફ એક ચૂંટણી અને એક પરિણામની વાતો કરે છે, ત્યારે ગુજરાતમાં જ એક જ ચૂંટણી મામલે 2 પરિણામ જાહેર કરવાની વાત કરી છે, ત્યારે આગામી સમયમાં સુપ્રીમ કોર્ટ સુધીની લડાઈ લડશે અને ગુજરાતની જનતાને ગત કેટલાક સમયથી ચાલી આવતી તાનાશાહી સામે દિલ્હી સરકાર જેવી સુવિધા આપશે. જો કે, આ મામલે આગામી સમયમાં આમ આદમી પાર્ટી કેટલી સફળતા મેળવી શકે છે એ તો આગામી સમય બતાવશે, પરંતુ વર્તમાન સમયમાં વિવિધ નિવેદનના પગલે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ સર્જાયો છે તે નક્કી છે.

ચૂંટણી પહેલા 1,700 ઉમેદવાર

ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તે પહેલાં આમ આદમી પાર્ટી દ્વારા 1,700 ઉમેદવાર જાહેર કરી દેવાયા છે. આ સાથે દરેક સમાજમાંથી આમ આદમી પાર્ટીને વ્યાપક આવકાર મળી રહ્યો છે, તે જોતા આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત નક્કી છે. જો કે, આગામી સમયમાં આ મામલે કેટલી સફળતા મળે છે તો સમય બતાવશે.

પરિણામના મુદ્દે સુપ્રીમ કોર્ટ સુધીની લડાઈ

2015માં અપાયેલા સુપ્રીમ કોર્ટના ચૂકાદા મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અલગ-અલગ પરિણામ આપવાની મનાઇ ફરમાવવામાં આવી હોવા છતાં આ વખતે ગુજરાતમાં યોજાઈ રહેલી ચૂંટણીમાં મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતોમાં અલગ-અલગ પરિણામ જાહેર થવાનું હોવાના પગલે સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ લડવામાં આવશે.

Last Updated : Jan 25, 2021, 9:06 PM IST

ABOUT THE AUTHOR

...view details