સાબરકાંઠાઃ સાબરકાંઠાના પ્રાંતિજ નજીકથી પસાર થતી સાબરમતી નદીમાં યુવાન નાહવા જતા ડૂબી જવાના કારણે મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યો હતો. જેના પગલે ગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.
પ્રાંતિજના સીતવાડા પાસે સાબરમતી નદીમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જતાં મોત - sabarmati river sabarkantha
સાબરકાંઠાના પ્રાંતિજ નજીકથી પસાર થતી સાબરમતી નદીમાં યુવાન નાહવા જતા ડૂબી જવાના કારણે મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યો હતો. જેના પગલે ગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.
સાબરકાંઠા તાલુકા પ્રાંતિજના સીતવાડા પાસે આવેલી સાબરમતી નદીમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જવાના પગલે મોત થયું હતું. જો કે, સ્થાનિકો યુવકના મૃતદેહને બહાર લાવ્યા હતા. પરિવારજનોના જણાવ્યા અનુસાર આ યુવક ગતરાત્રિથી ગુમ હતો. મૃતક યુવાન મુંબઈથી પોતાના મામાના ઘરે રહેવા આવ્યો હતો.
જો કે, મુંબઈથી પોતાના મામાના ઘરે રહેવા આવેલા યુવકને અચાનક મોત થવાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ હતી. સાથોસાથ આ મામલે પોલીસે ગુનો નોંધી યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. જો કે, યુવકનું મોત અંગે વધુ જાણકારી પીએમ રિપોર્ટ બાદ જ મળી શકે તેમ છે. જો કે, સાબરમતી નદીમાં દિન-પ્રતિદિન વધતા જતા મોતનો બનાવ બાદ તંત્ર દ્વારા ઠોસ કામગીરી હાથ ધરાય તે જરૂરી છે. જો કે, આવું ક્યારે થશે તો આગામી સમય જ બતાવશે.