સાબરકાંઠામાં 2 સપ્તાહ બાદ વરસાદ આવતાં ખેડૂતોમાં ખુશીની લહેર
સાંબરકાંઠા જિલ્લામાં આ વર્ષે સૌથી વધારે મગફળીનું વાવેતર થયું છે. ત્યારે સમયસર વરસાદ ન આવતા ખેડૂતોને ચિંતા સતાવી રહી હતી. તે ચિંતાનુ નિવારણ થયું છે. શુક્રવારે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.
સાબરકાંઠામાં 2 સપ્તાહ બાદ વરસાદ આવતાં ખેડૂતોમાં ખુશીની લહેર
સાબરકાંઠા: ગુજરાતમાં આ વર્ષે રેકોર્ડબ્રેક મગફળીનું વાવેતર થયું છે. જોકે સાબરકાંઠા જિલ્લામાં 10 દિવસથી વધારે સમયથી વરસાદ નહીં આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા. જો કે શુક્રવારે અસહ્ય ગરમીમાં વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.