હિંમતનગરઃ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરી કોરોનાના કપરા કાળમાં સમાજ સેવા માટે આગળ આવી હિંમતનગર જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજમાં વેન્ટીલેટરનું અર્પણ કર્યું હતું. હાલના કોરોના વાઈરસની મહામારીમાં પશુપાલકોને આવક અને રાજ્યના નાગરિકોને દૂધ પુરૂ પાડવાનુ કામ કરવાની સાથે અન્ય સેવાના કામ કરી વહીવટી તંત્રને મદદરૂપ બની રહી છે.
હિંમતનગરની મેડિકલ કોલેજ ખાતે કોવિડ-19ના રોગચાળા દરમિયાન ઘણા બાળરોગના દર્દીઓ, ખાસ કરીને નવજાત શિશુઓના જીવ બચાવવા માટે સાબરડેરી દ્રારા અધતન સુવિધાયુક્ત વેન્ટિલેટર અર્પણ કરવામાં આવ્યું હતું. આ વેન્ટિલેટર પર 10 કિલો સુધીના બાળકો કે જે કોરોના વાઈરસથી સંક્રમિત થયેલા હોય તેમજ તેના લીધે થયેલા ન્યુમોનિયા અને તેને સબંઘિત શ્વસનની તકલીફમા આ વેન્ટિલેટર પર રાખી શકાય છે.