- સાબરકાંઠાના ઇડરમાં લુપ્ત થતી બિલાડી જોવા મળી
- ઈડરિયા ગઢમાં બિલાડી જોવા મળતા પ્રકૃતિ પ્રેમીઓમાં ખુશી
- વન વિભાગના અધિકારીઓ પણ લાગ્યા કામે
સાબરકાંઠાઃસમગ્ર ઉત્તર ગુજરાતમાં પહેલી વાર ઈડરિયા ગઢ પર શિડ્યુલ -૧માં આવતી રસ્ટી સ્પોટેડ બિલાડી જોવા મળી છે. જેના પગલે ભારતમાં આ દુર્લભ જાતિની બિલાડી મોટા ભાગે દક્ષિણ ભારત, પશ્ચિમ ઘાટ તથા કશ્મીરના કેટલાંક ભાગોના જંગલોમાં જોવા મળે છે સાથો સાથ ગુજરાતમાં ડાંગ, ગીર અને છોટાઉદેપુરના જંગલમાં ક્યારેક જોવા મળે છે. જોકે મિશન ગ્રીન ઈડર ટીમના સભ્યો થોડા દિવસ અગાઉ ઈડરિયા ગઢ ઉપર વાવેલા વૃક્ષોને પાણી પીવડાવી પરત ફરી રહ્યા હતાં, ત્યારે દુરથી દીપડા જેવું પ્રાણિઓ જણાતા ટીમના સભ્ય દ્વારા તસવીર લેવાતા આ એક દુર્લભ પ્રજાતિની રસ્ટી સ્પોટેડ કેટ હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચોઃકોથળામાંથી બિલાડી તો બહુ જોઇ, હવે પાણીમાં બિલાડી જુઓ