ગુજરાત

gujarat

સાબરકાંઠાના હિંમતનગરમાં વૃક્ષ ધરાશાયી, 1 વ્યક્તિ ઘાયલ

By

Published : Jun 25, 2020, 6:40 PM IST

Updated : Jun 25, 2020, 7:37 PM IST

હિમંતનગરમાં આજે ગુરુવારે અચાનક એક વિશાળકાય વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિને નાની મોટી ઇજાઓ પહોચી હતી. એક બાઇક સપુર્ણ પણે તુટી ગઇ હતી. આ વૃક્ષ નીચે ચા નાસ્તાની દુકાન હોવાથી એ દુકાન પણ સપુર્ણ પણે નાશપ્રાય બની હતી અને આ ધટનામાં કોઇ મોટી જાનહાની થઇ નથી. વરસાદ પહેલા જ બનેલી વિશાળકાય વૃક્ષ ધરાશાયીની ઘટના આગામી સમયમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે એક સબક સમાન બની રહે તો નવાઈ નથી..

સાબરકાંઠાના હિંમતનગરમાં વૃક્ષ ધરાશયી, 1 વ્યક્તિ ઘાયલ
સાબરકાંઠાના હિંમતનગરમાં વૃક્ષ ધરાશયી, 1 વ્યક્તિ ઘાયલ

સાબરકાંઠાઃ હિંમતનગરમાં આજે ગુરુવારે અચાનક માર્કેટયાર્ડ આગળ આવેલું વિશાળકાય વૃક્ષ ધરાશય થતાં ભારે અફરા-તફરી સર્જાઇ હતી જોકે,ક માત્ર એક વ્યક્તિને સામાન્ય ઇજા થતા સૌએ હાશકારો અનુભવ્યો હતો, પરંતુ વૃક્ષ નીચે આવેલી એક દુકાન સંપૂર્ણપણે નાશપ્રાય બની હતી.

સાબરકાંઠાના હિંમતનગરમાં વૃક્ષ ધરાશયી, 1 વ્યક્તિ ઘાયલ

સાબરકાંઠાના હિંમતનગરમાં વૃક્ષ ધરાશાયી

  • વૃક્ષ નીચે આવેલી એક ચા નાસ્તાની દુકાન સંપૂર્ણપણે નાશપ્રાય બની
  • આ ઘટનામાં 1 વ્યક્તિ ઘાયલ થયો
  • દુકાન તેમજ નીચે રહેલી બાઇકને ભારે નુકસાન

સાબરકાંઠાના હિંમતનગરમાં અચાનક એક વિશાળ વૃક્ષ કોઈ પણ કારણ વિના ધરાશયી થતાં મોટી જાનહાનિ ટળી હતી. સામાન્ય રીતે માર્કેટયાર્ડની બહાર આવેલું ચા નાસ્તાની દુકાન ઉપર વિશાળકાય વૃક્ષ અચાનક તૂટી પડયું હતું. જેના પગલે દુકાન નીચે ચાની ચૂસકી લગાવનારા લોકોમાં નાસભાગ મચી હતી જોકે, કોઈ પણ વ્યક્તિને વિશેષ કોઇ ઇજા પહોંચી ન હતી. તેમજ વૃક્ષની નીચે સ્થાનિક લોકો પૈકી એક વ્યક્તિની બાઈક તેમજ ચા-નાસ્તાની દુકાન સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ચૂકી હતી.


સામાન્ય સંજોગોમાં માર્કેટ યાર્ડની બજારમાં ઘણા મોટા લોકોની ભીડ જામતી હોય છે. સાથો-સાથ લોકો ત્યાં મોટી સખ્યામાં બેસતા હોય છે, પરંતુ સવારથી જ દુકાન ઉપર લોકોની ઓછી ભીડ હતી. તેમજ ગરમીના મહોલમાં લોકો ખુલ્લામાં ઉભા હતા. જે દરમિયાન અચાનક વિશાળ વૃક્ષ ધરાશાયી થતા મોટી જાનહાનિ ટળી હતી. તેમજ માત્ર એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી જોકે, દુકાન તેમજ નીચે રહેલી બાઇકને ભારે નુકસાન થયું હતુ. જોકે, વરસાદ પહેલા જ બનેલી વિશાળકાય વૃક્ષ ધરાશાયી થવાની ઘટના આગામી સમયમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે એક સબક સમાન બની રહે તો નવાઈ નથી..

Last Updated : Jun 25, 2020, 7:37 PM IST

ABOUT THE AUTHOR

...view details