જિલ્લાના પ્રાંતિજ ના મજરા-તલોદ રોડ પર ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મહિલાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું સ્થળે મોત થયું હતું. તેમજ 8 લોકો ગંભીર ઈજા પહોંચી હતી. જેમને તાત્કાલિક સારવાર માટે તલોદ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. તો ત્રણથી વધુ લોકોને સારવાર અર્થે હિંમતનગર ખસેડાયા હતાં.
સાબરકાંઠાના તલોદ પાસે ગમખ્વાર અકસ્માત, 2ના મોત 8 ઈજાગ્રસ્ત - સાબરકાંઠામાં અકસ્માત
સાબરકાંઠાઃ જિલ્લાના પ્રાંતિજના મજરા-તલોદ રોડ પર અકસ્માત થતાં બે મહિલાનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે 8 લોકો ગંભીર ઈજા પહોંચી હતી. જેમને તાત્કાલિક સારવાર માટે નજીકના સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
![સાબરકાંઠાના તલોદ પાસે ગમખ્વાર અકસ્માત, 2ના મોત 8 ઈજાગ્રસ્ત સાબરકાંઠા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5564871-thumbnail-3x2-sbr.jpg)
સાબરકાંઠા
તલોદ પાસે ગમખ્વાર અકસ્માત, 2ના મોત 8 ઈજાગ્રસ્ત
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા જોડતાો આ એકમાત્ર રસ્તો હોવાના કારણે વધારે મુસાફરોની અવર-જવર વધુ રહે છે. જેના કારણે આ રસ્તા પર અનેકવાર ટ્રાફિકની ગંભર સમસ્યા સર્જાય છે. જેનાથી બચવા માટે લોકો ટ્રાફિકના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે. પરીણામે ગંભીર અકસ્માત થાય છે.
છેલ્લા કેટલાક સમયથી આ રોડ પર અકસ્માતોની વણથંભી વણઝાર યથાવત છે. છતાં હજુ સુધી સાબરકાંઠા જિલ્લા ટ્રાફીક તેમજ સ્થાનિક પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. જેથી સ્થાનિકો ભારે રોષ જોવા મળી રહ્યો છે.