ગુજરાત

gujarat

ETV Bharat / state

અંબાજી માતાના મંદિરે માતાજીના પ્રાગટય દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું - શ્રી આદ્યશક્તિ અંબાજી

જગત જનનીમાં અંબેના પ્રાગટ્ય દિવસ નિમિતે ભક્તોએ કોરોના મહામારી ના બે વર્ષ બાદ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી(Ambaji Temple in KhedBrahma) હતી. ખેડબ્રહ્મા નાના અંબાજી મંદિર પરિસર ને ફૂલો અને રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. ત્યારે માં આંબા ને ૫૬ ભોગનો અન્નકૂટ ધરાવી વિશેષ પુજા અર્ચના કરવામાં આવી હતી.

Ambaji Temple in KhedBrahma
Ambaji Temple in KhedBrahma

By

Published : Jan 10, 2023, 12:31 PM IST

સાબરકાંઠા: અરવલ્લીની ગીરીમાળાની નજીકમાં પુરાતન બ્રહ્મક્ષેત્ર તરીકે વેદ સમયમાં ઓળખાતું અને શ્રી આદ્યશક્તિ અંબાજીના નિજ પ્રગટ સ્થાન તરીકે વિશ્વ વિખ્યાત(Ambaji Temple in KhedBrahma) છે. અંબિકા માતાનું આ મંદિર ૧૧મી સદી આસપાસ બંધાયેલ છે. દર વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન ભાદરવી પૂનમ નિમિતે મેળા દરમિયાન લાખ્ખો યાત્રીઓ અહીં આવે છે. આ જગ્યાને નાના અંબાજી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે (Nana Ambaji is located at KhedBrahma )છે. કાર્તિકી પૂનમ વખતે પણ અહી મેળો ભરાય છે. સૌથી મહત્વ પોષ પુનમના મેળાનું મહત્વ છે કારણકે તે દિવસે માતાજી નો પ્રાગટ્ય દિવસ કહેવાય છે.

જગવિખ્યાત અંબાજી માતાનું મંદિર: ખેડબ્રહ્મા ખાતે નાના-અંબાજી તરીકે જગવિખ્યાત અંબાજી માતાનું મંદિર આવેલું છે. તેમાય આ પવિત્ર ભૂમિ પર યજ્ઞ કરવા માટે બ્રહ્માજી વતી વિશ્વકર્માએ જે જગ્યાએ સોનાના હળથી ખેડ કરી હતી તે જગ્યા બ્રહ્માની ખેડ તરીકે ઓળખાય છે અને કાળ ક્રમે તે આજનું ખેડબ્રહ્મા યજ્ઞમાં વિઘ્ન નાખનાર મહિષાસુર રાક્ષસનો મા આદ્ય શકિત જગદંબાએ વધ કર્યો હતો. અને ત્યાર બાદ બ્રહ્માજીની વિનંતિથી માતાજીએ કાયમી માટે ખેડબ્રહ્મામાં વાસ કર્યો હતો. મા આદ્ય શકિત અંબાના જુદા જુદા વાર પ્રમાણે માતાજીની સવારી બદલાય છે.

અંબાનો પ્રાગટય દિવસ:દર પૂનમે કમલા સ્વરૂપે ખેડબ્રહ્મા માતાજીના દર્શન કરવા દૂર દૂરના શહેરો અને ગામડામાંથી હજારો શ્રધ્ધાળુઓ માઈ-ભકતો દર્શને ઊમટી પડે છે. ખેડબ્રહ્માના સુપ્રસિધ્ધ યાત્રાધામ નાના-અંબિકા માતાજી મંદિરે પોષી પૂનમે મા અંબાનો જન્મ દિવસ હોઈ સમ્રગ મંદિર પરીસરને ભવ્ય રોશની અને ફુલોના હારથી શણગારી સુશોભિત કરી મંદિરના ચાચરચોકમાં વહેલી સવારથીજ કડકડતી ઠંડી પડતી હોવા છતાં સવારથીજ દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળે છે.

માતાજીના પ્રાગટય દિનની ઉજવણી: પોષ પુનમ પવિત્ર દિવસ ગણવામાં આવે છે આજે માં જગત જનની માતા અંબાનો પ્રાગટય દિવસ તરીકે ઉજવાતો હોય છે. ત્યારે પોષ પુનમ નિમિત્તે નાના અંબાજી તરીકે ઓળખાતું ખેડબ્રહ્મા સ્થિત માતાજીનું મંદીર અને સમગ્ર પરિસર ને ફૂલો અને રોશની થી જળહળી ઉઠ્યું છે. ત્યારે માતાજીના જન્મ દિવસ તરિકે ઉજવાતા પ્રાગટય દિવસે માઈ ભક્તો લાખોની સંખ્યામાં માતાજીના દ્વારે માથું ટેકી ધન્યતા અનુભવી હતી. ત્યારે માતાજીના દર્શને આવતા ભક્તોને કોઈપણ પ્રકારની અવગણતા ઉભી ન થાય તેને લઇ વહીવટી તંત્ર પણ ખડેપગે જૉવા મળ્યું હતું. ત્યારે માતાજીના પ્રાગટય દિવસ નિમિતે માતાજીને વહેલી સવારે ૫૬ ભોગનો અન્નકૂટ ધરાવી અને સાથોસાથ ૨૫ કિલોની કેક કાપવામાં આવી હતી. ત્યારે માતાજીના પ્રાગટય દિવસ નિમિતે ખેડબ્રહ્મા તાલુકા શહેરમાં મકાનો, ગલીઓ, જાહેર સ્થળો પર રાત્રે દીપ પ્રાગટય કરી માતાજીના પ્રાગટય દિનની ઉજવણી કરવામાં આવશે.

પવિત્ર જગ્યા પાસે ત્રણ નદીઓનો સંગમ:સાબરકાંઠા (હાલનો અરાવલી) જિલ્લાના ખેડબ્રહ્મા નગરમાં આવેલું અંબે માનુ મંદિર નાના અંબાજી તરીકે લોકમાં ઓળખાય છે. અહીં મોટા અંબાજી જતા યાત્રિકો પહેલા આવી ખેડની માતાના દર્શન કરે છે, એવી માન્યતા પણ છે કે, મોટા અંબાજી જતા પહેલા ખેડબ્રહ્માના માતાજીના દર્શન કરવાથી યાત્રા પૂર્ણ ગણાય છે. અંબીકા માતાજી નું આ ધામ પુરાતનકાળનું મંદિર એટલે કે બ્રહ્મક્ષેત્રનગર વસ્તુ તે સમયનું છે. બ્રહ્મક્ષેત્રએ બ્રહ્માજીનું ક્ષેત્ર છે. જ્યાં બ્રહ્માજીનું પુરાણું મંદિર છે. ખેડબ્રહ્મા ને બ્રહ્માની ખેડ તરીકે પણ લોકો જાણે છે. ખેડબ્રહ્મા આ પવિત્ર જગ્યા પાસે ત્રણ નદીઓનો સંગમ થાય છે, જેથી આ પવિત્ર સંગમ તીર્થ તરીકે પણ પુરાણ પ્રસિદ્ધ લેખો છે. આ ત્રિવણી સંગમમાં હિરણાક્ષી, ભીમાક્ષી અને કામાક્ષી એમ ત્રણ નદીઓનો સંગમ ની જગ્યા પાસે આ મંદિર છે. જેને હાલમાં હિરણાક્ષી, હરણાવ નદી તરીકે જાણીતી છે.

આ પણ વાંચો:CM ભુપેન્દ્ર પટેલે પત્ની સાથે માં અંબાના દરબારમાં ઝુકાવ્યું શીશ

નાના-અંબાજી તરીકે જગવિખ્યાત:ખેડબ્રહ્મામાં અંબીકાનું મંદિર ૧૧મી સદીનું છે, જ્યાં અંબે માં વાહનની સવારી દરેક વાર મુજબ અલગ-અલગ રૂપે દર્શન આપે છે. મંદિર માં ઘણા વર્ષોથી અખંડ દીપ જણાવવામાં આવે છે. આ જ્યોતનું પણ પૂજન વિધિ કરવામાં આવે છે. માતાજીના સભામંડપમાં બે ઊંચા ગોખ છે. ત્યાં પૂર્વમાં ગણપતિજી તથા પશ્ચિમમાં ભૈરવ બિરાજે છે. ચોકની આસપાસ રહેલા સભામંડપમાં અન્ય દેવ-દેવીઓની મૂર્તિઓના દર્શન થાય છે. પૂર્વમાં નીચે માં બહુચરાની મૂર્તિ બિરાજમાન છે.

આ પણ વાંચો:અંબાજીમાં લાભપંચમી પર દર્શન માટે ભક્તોનું ઘોડાપુર, અંબે ના નાદથી ગૂંજી ઉઠ્યું મંદિર પરિસર

માતાજીનો ગર્ભગૃહ તૈયાર:મંદીર ટ્રસ્ટે મંદીરની ભવ્યતાને લઇને ચાંદી અને સોનાને મિશ્રીત કરીને માતાજીનો ગર્ભગૃહ તૈયાર કર્યો છે. માતાજીની સાત સવારી ઉપરાંત હવે દરવાજાની આજુબાજુ અને દરવાજીની ઉપર માતાજીના દસાવતાર તૈયાર કરવામાં આવ્યા છે. તો માતાજીનુ સિંહાસન પણ સોને મઢવામાં આવ્યુ છે. દરવાજાને પણ આજુબાજુથી સુવર્ણ થી મઢવામાં આવ્યો છે. જેથી ભક્તોને દરરોજ માતાજીના વિવિધ અવતારોના પણ દર્શન થઈ રહ્યા છે. અહીં સવાર-સાંજ વિધિવત પૂજન-સેવા-નૈવૈદ્ય તથા આરતી થાય છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ઉતારાની સુવિધા તેમજ ભોજનશાળા ચલાવાય છે. એક ઉલ્લેખ મુજબ ખેડબ્રહ્માનું માતાજીનું મંદિર નવમા સૈકાનું બંધાણી આધારે જણાયું છે. એના શિખર માં પાછળથી ફેરફાર કરી નાગરશૈલીનું ઊંચું શિખર કરાયું.

અંબાજીનું મૂળ સ્થાનક ખેડબ્રહ્મા: એક કથા અનુસાર અંબાજીનું મૂળ સ્થાનક ખેડબ્રહ્મા હતું. દાંતાના રાજવી માતાજીના અનન્ય ઉપાસક હતા. માતાજી દાંતા નરેશ ઉપર પ્રસન્ન થઈને તેમના રાજ્યમાં આવવા તૈયાર થયા હતા. રાજા આગળ ચાલતા હતા,પાછળ માતાજીની સવારી આવતી હતી. રસ્તામાં ગાઢ જંગલ આવતા રાજાને વહેમ થયો કે માતાજી આવે છે કે નહીં એ જોવા એણે પાછળ જોયું હતું. અને ત્યાં જ માતાજી સ્થિર થઈ ગયા હતા. રાજાએ ત્યાં જ મંદિર બંધાવ્યું જે આજે અંબાજીના સ્થળ તરીકે પ્રસિદ્ધ છે. આ જગ્યા ને આદ્યશક્તિ અંબાજીના નિજ પ્રગટ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. માતાજીના પ્રાગટય દિવસ પોષ પુનમે ગૂજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યો માંથી આવતાં ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારે કોરોના મહામારીનાં બે વર્ષ પછી ભક્તોએ પોષ પુનમે પગપાળા સંઘ અને માનેલી માનતાઓ પણ પુર્ણ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details