વિજયનગરઃ સાબરકાંઠાના વિજયનગરના પૃથ્વીપુરા ઉત્તર બુનિયાદી શાળામાં અભ્યાસ કરનારા વિપુલ તરાર નામનો વિદ્યાર્થી આજે સવારે શાળાની નજીકના વૃક્ષ પર ફાંસો ખાઈ લટકતી હાલતમાં મળી આવ્યો હતો જેના પગલે વિદ્યાર્થીના પરિવાર સહિત શાળા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. જોકે ધોરણ 10માં અભ્યાસ કરવાના આ વિદ્યાર્થીએ કયા કારણસર આપઘાત કર્યો તેમ જ આપઘાત કરવા પાસે કયા પરિબળો જવાબદાર હતા તે હજુ જાણી શકાયું નથી.
ધોરણ 10ના વિદ્યાર્થીએ ઝાડ પર લટકી કર્યો આપઘાત, પોલીસે તપાસ શરૂ કરી - આપઘાત
સાબરકાંઠાના વિજયનગરમાં ધોરણ 10માં અભ્યાસ કરનાર વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ સર્જાયો છે. વિપુલ તરાર નામના આ વિદ્યાર્થીએ કયા કારણસર આવું પગલું ભર્યું. જોકે, આ આપધાત પાછળનું કોઈ સચોટ કારણ સામે આવ્યું નથી.
![ધોરણ 10ના વિદ્યાર્થીએ ઝાડ પર લટકી કર્યો આપઘાત, પોલીસે તપાસ શરૂ કરી a-ssc-student-suicide-in-sabarkantha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6125586-thumbnail-3x2-sscstudent-7202737.jpg)
ધોરણ 10ના વિદ્યાર્થીએ ઝાડ પર લટકી આપઘાત કર્યો, પોલિસે તપાસ શરુ કરી
ધોરણ 10ના વિદ્યાર્થીએ ઝાડ પર લટકી કર્યો આપઘાત
આપઘાત કરનારા વિદ્યાર્થીના પરિવારજનો સહિત પોલીસ હજુ ઘટનાસ્થળે પહોંચી નથી પરંતુ સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વૃક્ષની ડાળી ઉપર સુસાઈડ નોટ પણ હોવાનું દેખાઈ રહ્યું છે. જોકે આગામી સમયમાં આપઘાત કરવા માટે કયા કારણો જવાબદાર હતાં તે અંગેની કોઈ વિગતો સુસાઇડ નોટ થકી મળી શકે તેવી સંભાવનાઓ છે ત્યારે વિદ્યાર્થીના મોત માટે કયાં પરિબળો જવાબદાર હતાં એ તો પોલીસ તપાસ બાદ જ ખૂલી શકે એમ છે
જોકે હાલમાં વિદ્યાર્થીના મોતના પગલે શાળા પરિવાર સહિત આસપાસના ગામોમાં પણ શોકની લાગણી છવાઈ છે