ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠામાં કેન્દ્રીયપ્રધાનની હાજરીમાં ધીરાણ સેમીનાર યોજાયો - ધીરાણ સેમીનાર

હિમતનગરઃ સાબરકાંઠાના હિમતનગર ખાતે રવિવારે 30 બેંકોને સંયુક્ત રૂપે એકજૂટ કરી કરોડોનું ધિરાણ આપવા માટેનો સેમિનાર યોજવામાં આવ્યો હતો.જેમાં કેન્દ્રીય રાજ્યપ્રધાન મનસુખ માંડવિયા પણ હાજર રહ્યા હતા.

sabar

By

Published : Oct 6, 2019, 6:05 PM IST

સાબરકાંઠા જિલ્લામાં રવિવારે એકસાથે 30 બેંકોને જોડી છેવાડાના વ્યકતિને ધિરાણ આપવા માટેનો સેમિનાર યોજાયો હતો. જે સેમિનાર કેન્દ્રીય રાજ્યપ્રધાન મનસુખ માંડવિયાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં અનેક લોકોને ચેક આપવામાં આવ્યા હતા. 120 કરોડની રકમનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. છેલ્લા કેટલાય સમયથી ચેક આપવામાં આવતો હોય તે તમામ લાભાર્થીઓ પણ હાજર રહ્યા હતા.

સાબરકાંઠામાં કેન્દ્રીયપ્રધાનની હાજરીમાં ધીરાણ સેમીનાર યોજાયો

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે સરકાર દરેક ભારતીયની પડખે જ છે અને રહેશે. તેમજ ગુજરાતમાં અતિવૃષ્ટિના મુદ્દે ભારત સરકાર ખેડૂતોના પક્ષે રહેશે. જો કે કેવી રીતે અને કેવા સંજોગોમાં ખેડૂતોના પક્ષે રહેશે તે જણાવ્યું ન હતું. આ વર્ષે 100 ટકાથી વધુ વરસાદ થવાના પગલે ખાસ કરીને મોટાભાગના ખેડૂતોનો મગફળી તેમજ કપાસનો પાક નિષ્ફળ જવાનો ભય ઊભો થયો છે. તેમજ સમગ્ર ગુજરાતમાં લીલા દુષ્કાળની નોબત આવી છે ત્યારે કેન્દ્રીય પ્રધાને આગામી સમયમાં ભારત સરકાર ખેડૂતોના સહાય માટે હમેશા તત્પર રહેશે. પ

જોકે સૌથી મોટા સિરામિક ઇન્ડસ્ટ્રીઝ માં બેંકોની ના સમજદારીના પગલે સમગ્ર ઇન્ડસ્ટ્રીઝમાં ભારે નુકસાની આવી રહી છે. તેમ જ માત્ર સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો આઠ મોટી ઇન્ડસ્ટ્રીઝ બંધ થઈ ચૂકી છે. તેમજ આગામી સમયમાં ચારથી પાંચ મોટી ઇન્ડસ્ટ્રીઝ બંધ થવાના આરે છે. રોજગાર મુદ્દે કંઈ પણ બોલવાનું ટાળ્યુ હતું.

બાઈટ :મનસુખ માંડવિયા,કેન્દ્રીય રાજ્ય મંત્રી, ભારત સરકારConclusion:જોકે આ વર્ષે લીલા દુષ્કાળની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર કેવી રીતે ખેડૂતોના પડખે ઉભી રહે છે એ તો આવનારો સમય જ બતાવશે

ABOUT THE AUTHOR

...view details