હિંમતનગરઃ સાબરકાંઠાના સિતવાડા ગામના 9 માસના શ્રવણ પરમારે કોરોનાને માત આપી છે. સીતવાડાના રાજેશકુમાર પંચાલ સ્વસ્થ થતા રજા આપી છે. જેમાં સિવિલ હોસ્પિટલના પરીશ્રમ થકી કોરોનાની હાર થઈ છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના આગિયોલ ગામના નવ માસનો શ્રવણ નાની ઉંમરે કોરોનાને મ્હાત આપી છે. શ્રવણની માતા કોરોના સંક્રમિત બનતા બાળકને કોરોનાનુ સંક્ર્મણ લાગ્યું હતું. આ નાના બાળકને 6 મેના રોજ દાખલ કરવામાં આવ્યો હતો. શ્રવણે 10 દિવસમાં કોરોનાને માત આપી. 16 મેના રોજ આ બાળકને ઘરે જવા રજા અપાઇ છે. હોસ્પિટલ સ્ટાફે શ્રવણને ખુબ જ પ્રેમથી સાચવ્યો અને તેટલા જ પ્રેમથી તાળીઓના અભિવાદન સાથે તેને ઘરે જવા વિદાય આપી હતી.
નવ મહિનાના બાળકે કોરોનાને આપી મ્હાત, સિવિલ સ્ટાફે કર્યું સન્માન સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીના કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે. કોરોના સંક્ર્મણનો આંક વિશ્વમાં 40 લાખને પાર થઈ રહ્યો છે. આ મહામારીને રોકવા સરકાર દ્રારા ઘણા ખરા અંશે સફળ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ડોક્ટરો, નર્સો અને આરોગ્ય સ્ટાફ દ્રારા કોરોનાના દર્દીઓની ખુબ જ કાળજી અને દેખરેખ રાખવામાં આવી રહી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના આગિયોલ ગામના નવ માસના શ્રવણે કોરોનાને માત આપી છે. આ બાળકને કોરોના મુક્ત કરવાનો ફાળો જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલના ડોક્ટરો અને નર્સોને જાય છે. એક નવ માસનું બાળક જે પોતાની માતાથી ક્યારે અલગ નથી થયુ અને માતાના દૂધ પર રહેનારા બાળકને 10-10 દિવસ સુધી દેખભાળ રાખી તેને કોરોના મુક્ત કરનાર ડોક્ટરો અને નર્સો ખુબ-ખુબ ધન્યવાદને પાત્ર છે.
આ બાળક નવ માસનું હોવાથી તેની દરેક જરૂરીયાત અને તેની સેવા સુશ્રુષા ખુબ જ જહેમત માગી લે છે અને ઉપરથી કોરોનાનો ચેપ છતાં હિંમતનગર જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલના ડોક્ટરો અને નર્સોએ દિવસ-રાતની સેવા સારવાર ફળી અને બાળક સ્વસ્થ થઈ પોતાના માતા-પિતા પાસે ઘરે પાછો ફર્યો છે. આ બાળકની સાથે આજે સીતવાડાના 45 વર્ષીય રાજેશકુમાર પંચાલે પણ કોરોનાને હરાવ્યો છે અને તેઓ સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફર્યા છે.
સિવિલ હોસ્પિટલ ખાતેથી ડિસ્ચાર્જ કરવામાં આવેલા આ દર્દીઓને આગામી 7 દિવસ સુધી હૉમ ક્વોરન્ટાઈન રાખવામાં આવશે. તકેદારીના ભાગરૂપે સરકારશ્રી તરફથી ૦૪ ત્રિપલ લેયર માસ્ક અને એક હેન્ડ સેનેટાઈઝરની બૉટલ વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. સાથે સાથે ઘરે ગયા બાદ રાખવાની થતી સાવચેતી અને સુચનાઓ અંગેનો કાગળ પણ દર્દીઓને આપવામાં આવ્યો હતો.
જોકે નવ માસના કોરોના પોઝિટિવ યોદ્ધા તરીકે સાબરકાંઠા જિલ્લામાં અપાયેલી જીત ખૂબ મહત્વની બની રહે છે, તેમજ અન્ય જિલ્લા માટે પણ દિશા સૂચક બની રહે છે.