સાબરકાંઠા: પ્રાંતિજ તલોદ રોડ પર અચાનક ચાલતી ગાડીમાં આગ લાગી હતી. જેમાં ડ્રાઈવરની સતર્કતાના પગલે ગાડીને તાત્કાલિક અટકાવી ગાડીમાં સવાર ત્રણ લોકોને સહી સલામત ઉતારી લેવાયા હતાં. જો કે, જોતજોતામાં આગે સમગ્ર ગાડીને આગની ઝપેટમાં લઇ લીધી હતી. જેમાં કાર બળીને ખાક થઇ ગઇ હતી.
સાબરકાંઠાના પ્રાંતિજ નજીક ગાડીમાં આગ લાગી, 3નો આબાદ બચાવ - A fire broke out in a vehicle
સાબરકાંઠાના પ્રાંતિજ તલોદ રોડ ઉપર અચાનક મારુતિ કારમાં આગ લાગી હતી. જેના પગલે સદનસીબે સતર્કતાને પગલે ત્રણ વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. આગમાં ગાડી બળીને ખાક થઇ ગઇ હતી.
પ્રાંતિજ નજીક ગાડીમાં લાગી આગ, 3નો આબાદ બચાવ
જો કે, આગ લાગવાનું કારણ શોક સર્કિટ હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. હજુ સુધી આગ ક્યા કારણસર લાગી તે જાણી શકાયું નથી.