ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠા: તલોદના પુંસરીગામમાં યોજાયું ડિજિટલ બેસણું - Sabarkantha News

સાબરકાંઠા જિલ્લાના તલોદના પુંસરી ગામે કોરોના વાઈરસની ગંભીરતા સમજી લોકો મૃતક સ્વજન પાછળ બેસણું અને લોકાચાર અને મરણોત્તર વિધિ મુલતવી રાખી રહ્યાં છે. તલોદ તાલુકાના પુંસરી ગામે પરિવારજનોએ ડિજિટલ બેસણું રાખી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

સાબરકાંઠાના તલોદના પુંસરીગામમાં ડિજિટલ બેસણું યોજાયું
સાબરકાંઠાના તલોદના પુંસરીગામમાં ડિજિટલ બેસણું યોજાયું

By

Published : Mar 26, 2020, 10:57 PM IST

સાબરકાંઠાઃ જિલ્લામાં તલોદ તાલુકાના પુંસરી ગામે મૃતકનો મુંબઈ રહેતો પુત્ર પણ ભારે હૈયે કોરોનાની ગંભીરતા સમજી વીડિયો કોન્ફરન્સથી પિતાને શોકાંજલિ આપી હતી. પુંસરી ગામને સમગ્ર દેશમાં સૌપ્રથમ સ્માર્ટ વિલેજ બનાવનાર અને સરકારના કુપોષણ મુક્ત ભારત પ્રોજેક્ટના CEO હિમાંશુ પટેલે કોરોનાની મહામારી વચ્ચે બુધવારે પુંસરીમાં જયંતીભાઈ દરજીનું આકસ્મિક નિધન થતા મૃતકના પરિવારજનો અને કૌટુંબિક અગ્રણીઓ સાથે ચર્ચા કરી દુઃખદ પ્રસંગમાં બેસણું રાખવામાં આવેતો દુઃખમાં ભાગીદાર થવા અને શોકાંજલિ આપવા મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટે તેમ હતું. જેના પગલે વાઈરસ સંક્રમણની શક્યતાઓના પગલે ડિજિટલ બેસણું યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સાબરકાંઠાના તલોદના પુંસરીગામમાં ડિજિટલ બેસણું યોજાયું

જોકે, ટેક્નોલોજીનો ઉપયોગ કરી દરજી પરિવારે દુઃખદ પરિસ્થિતિમાં લોકડાઉનની સ્થિતિમાં કોરોના વાઈરસને પ્રસરતો અટકાવવા સરાહનીય કામ કરવાની સાથે લોકોને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ત્યારે આગામી સમયમાં કોરોના વાઈરસ અંતર્ગત લોકો ડિજિટલ બેસણું કરતા થાય તે જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details