- સાબર ડેરી વધુ એક કેટલ ફીડ પ્લાન્ટ બનાવશે
- 18 એકરમાં 150 કરોડનો થશે ખર્ચ
- દૈનિક 500 મેટ્રિક ટન બનશે પશુ દાણ
સાબરકાંઠા:અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરીમાં દ્વારા 150 કરોડના ખર્ચે 500 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવનારા પશુ દાણ બનાવવાનો પ્લાન્ટ માટેની દરખાસ્ત તૈયાર કરી રાજ્ય સરકારને મોકલી અપાતા બંને જિલ્લાના પશુપાલકોમાં ખુશી વ્યાપી છે. જોકે, પ્લાન્ટ તૈયાર થયા બાદ 3 લાખથી વધારે પશુપાલકોને કેટલ ફીડ મેળવવાની ખેંચ ઊભી નહીં થાય.
150 કરોડ જેટલા ખર્ચથી કેટલ ફીડ પ્લાન્ટ બનાવવામાં આવશે
સામાન્ય રીતે પશુપાલકો માટે દૂધના ભાવ પોષણક્ષમ ભાવ મળી રહે તે મહત્વની જરૂરિયાત હોય છે. પશુઓ માટે પશુ દાણની પણ ખૂબ મોટી જરૂરિયાત રહેતી હોય છે. ત્યારે હાલમાં સાબર ડેરી દ્વારા કેટલફીડનો એક પ્લાન્ટ શરૂ છે. તેવા સમયમાં જોકે, આગામી સમય માટે વધુ એક પ્લાન્ટ બનાવવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. જે મોડાસા અરવલ્લી ખાતે 18 એકર જમીનમાં પ્લાન્ટ બનાવવામાં આવશે. જેની ક્ષમતા પ્રતિદિન 500થી વધુ હશે સાથો સાથ 150 કરોડ જેટલા ખર્ચથી કેટલ ફીડ પ્લાન્ટ બનાવવામાં આવશે.
આ પણ વાંચો:સાબર ડેરી દ્વારા વિક્રમજનક ભાવ વધારો અપાતા પશુપાલકોમાં ખુશી