ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠામાંથી ઝડપાયો 10 ફુટ લાંબો અજગર, વનવિભાગે અજગરને પકડી સુરક્ષિત સ્થાને છોડયો - etv bharat

સાબરકાંઠાઃ જિલ્લાના વિજયનગર તાલુકાના નાલશેરી ભગોરા ફળિયામાં 10 ફૂટ લાંબો અજગર મળી આવ્યો હતો. જેને વિજયનગર નોર્મલ રેંજના અધિકારી કે.એલ.અસારી. પકડી વણજના જંગલમાં સુરક્ષિત છોડી દેવાયો હતો.

સાબરકાંઠાના વિજયનગરમાંથી ઝડપાયો 10 ફુટ લાંબો અજગર, etv bharat

By

Published : Aug 20, 2019, 5:02 AM IST

સાબરકાંઠાના વિજયનગર તાલુકાના નાલશેરી ભગોરા ગામએ ખુલ્લા ખેતરમાંથી 10 ફુટ લાંબો અજગર મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર સર્જાયો હતો. ગામની નજીકથી મળી આવેલા અજગરનાં લીધે મોટી સંખ્યામાં સ્થાનિકો જોવા ઉમટી પડયા હતા. જોકે વનવિભાગને આ મુદ્દે જાણ કરાતા વન અધિકારીઓ પણ તાત્કાલિક ધોરણે નાગેશેરી ગામે પહોંચી અજગરને પકડ્યો હતો.

સાબરકાંઠાના વિજયનગરમાંથી ઝડપાયો 10 ફુટ લાંબો અજગર, etv bharat

મોટાભાગે આ વિસ્તારમાં અજગર સહિતના સરીસૃપ જોવા મળતા નથી. જોકે, અચાનક 10 ફૂટથી વધુ લંબાઇ ધરાવતો અજગર મળી આવતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. ત્યારે, હાલમાં વન વિભાગના અધિકારીઓએ અજગરને ઝડપી લઇ વણજ ડેમ સાઇટ પર આવેલા જંગલમાં સુરક્ષિત સ્થળે છોડી મૂક્યો હતો. તેમજ સ્થાનિક ગ્રામજનોને અજગરની વિસ્તૃત માહિતી પણ આપી હતી.

જોકે આ વિસ્તારમાં સરીસૃપ અંગેની જાણકારી ઓછી હોવાના પગલે સ્થાનિક ગ્રામજનો આવા સાપ અજગર જેવા સરીસૃપોને મોતને ઘાટ ઉતારતા હોય છે. જોકે, અપાયેલી જાણકારીના પગલે આગામી સમયમાં આ વિસ્તારમાં સરીસૃપ પ્રત્યે ક્રૂરતા ન થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે.

ABOUT THE AUTHOR

...view details