સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ચિત્રોડા ગામે 800 વર્ષથી પ્રાચીન પરંપરા આજે પણ યથાવત છે. જેમાં સમગ્ર વર્ષ દરમિયાન ઘર પરિવાર તેમજ પશુપાલનમાં થયેલ સુખદ અનુભવની સાથે આગામી વર્ષમાં કોઈપણ પ્રકારની અડચણ ન આવે માટે જગત જનની માં જગદંબાનું સ્વરૂપ વારાહી માં ની વિશિષ્ટ આરાધના કરવામાં આવે છે. જેમાં ગામની મોટા ભાગની મહિલાઓ માટીના ગરબામાંથી લઈ ઘૂમે છે.
ઇડરના ચિત્રોડામાં 800 વર્ષ જૂની પરંપરા યથાવત, મહિલાઓ કરે છે માતાજીની આરાધના 800 વર્ષથી આ પરંપરા યથાવત હોવા છતાં આજ દિવસ સુધી કોઇ પણ મહિલાનો ગરબો માથેથી નીચે નથી પડ્યો. ગામમાં આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ગરબા જોવા આવે છે. સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં આ પ્રકારના ગરબાનું આયોજન કરવામાં આવે છે.
સ્થાનિક મહિલાઓએ કહ્યું કે, સમગ્ર વર્ષ દરમિયાન જગત જનની તેમજ ગામના રખોપા કરનારી વારાહી માતાજીનું આ વિશિષ્ટ આરાધના પાછળ દરેક પરિવારની સુખ અને સમૃદ્ધિ ટકી રહે તેમજ આગામી સમયમાં આ સમૃદ્ધિ વધતી રહે તેઓ ભાવ રહેલો છે. આજના દિવસે જે મહિલાઓ માથે ગરબો લઈ મા ની આરાધના કરે છે. તેમને પુત્ર પ્રાપ્તિ વંશવૃદ્ધિની સાથો સાથ પશુપાલનમાં પણ સમૃદ્ધિ થવાની માનતા રહેલી છે.
ઉલ્લેખનીય છે કે, નવરાત્રીમાં માતાજીની આરાધના કરવામાં આવે છે. ઇડરનું ચિત્રોડા ગામ પોતાની 800 વર્ષ જૂની પરંપરાને જાળવી રાખે છે. મોટી સંખ્યામાં લોકો આ ગરબા નિહાળવા માટે ચિત્રોડામાં આવે છે.