ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠાના ઇડર તેમજ પ્રાંતિજમાં આગામી 8 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન કરાયું - પ્રાંતિજમાં સ્વૈચ્છિક લોકડાઉન

વધતી જતી વૈશ્વિક મહામારી સામે સાબરકાંઠાના 8 દિવસ સુધી બન્ને શહેરો ઇડર તેમજ પ્રાંતિજમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દૂધ અને મેડિકલ સિવાયના તમામ ધંધા રોજગાર બંધ રાખવામાં આવશે.

સાબરકાંઠાના ઇડર તેમજ પ્રાંતિજમાં આગામી 8 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન કરાયું
સાબરકાંઠાના ઇડર તેમજ પ્રાંતિજમાં આગામી 8 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન કરાયું

By

Published : Apr 27, 2021, 2:22 PM IST

  • સાબરકાંઠાના ઇડર તેમજ પ્રાંતિજમાં સ્વૈચ્છિક લોકડાઉન
  • આગામી એક સપ્તાહ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયું
  • કોરોના મહામારીને રોકવા સ્વૈચ્છિક લેવાયો નિર્ણય

સાબરકાંઠા:સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે, સાબરકાંઠામાં સોમવારે પ્રાંતિજ તેમજ ઇડરમાં સ્વૈચ્છિક લોકડાઉન આપવામાં આવ્યું છે. જે અંતર્ગત, આગામી 8 દિવસ સુધી બન્ને શહેરોમાં દૂધ અને મેડિકલ સિવાયની ચીજ વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ સ્વૈચ્છિક રીતે લેવાયેલા નિર્ણયને પગલે વહીવટીતંત્રનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે.

સાબરકાંઠાના ઇડર તેમજ પ્રાંતિજમાં આગામી 8 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન કરાયું

આ પણ વાંચો:જામનગરની ગ્રેઇન માર્કેટ બપોર 2 વાગ્યા બાદ સજ્જડ બંધ

આગામી 8 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન

કોરોના મહામારીને પગલે દિનપ્રતિદિન હજારો લોકો સંક્રમિત થઈ રહ્યા છે. તેમજ, જિલ્લાની ખાનગી તેમજ સરકારી સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઊભરાઈ રહી છે. ત્યારે, કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે લોકડાઉનની જરૂરિયાત ઊભી થઈ છે. તેવા સમયે સાબરકાંઠાના પ્રાંતિજ તેમજ ઇડર શહેરમાં મંગળવારથી આગામી 8 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના પગલે દૂધ અને મેડિકલ સિવાયના તમામ ધંધા-રોજગાર બંધ રાખવા માટે વહીવટીતંત્ર આગળ આવ્યું છે.

આ પણ વાંચો:કોરોનાના વધતા સંક્રમણને લઇને હિંમતનગરમાં એક સપ્તાહ સુધી લોકડાઉન અમલી

પ્રાંત અધિકારીની બેઠકમાં લેવાયો નિર્ણય

સાબરકાંઠાના પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વેપારી મહામંડળ અને પાલિકા દ્વારા કોરોના સંક્રમણ વધતું અટકાવવા માટે મંગળવારથી જ તમામ વેપાર ધંધા-રોજગાર બંધ રાખવા સંમતિ દાખવી છે. જે આગામી 5મે સુધી યથાવત રાખવામાં આવશે. જેના પગલે, ઇડર તેમજ પ્રાંતિજમાં લેવાયેલા સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયને પગલે કોરોના સંક્રમણ સામે મહત્વનું પગલું સાબિત થઈ શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details