- હિંમતનગરના બાવસર ગામે ગેસની બોટલમાં બ્લાસ્ટ
- સાત વ્યક્તિઓ થયા ઇજાગ્રસ્ત
- ઘરવખરી બળીને ખાખ
સાબરકાંઠા: હિંમતનગર નજીક આવેલા બાવસર ગામે આજે સવારે ગેસની બોટલમાં અચાનક બ્લાસ્ટ થતા ઘરમાં આગ લાગી હતી. આ ઘટનામાં ઘરમાં રહેલી તમામ ઘરવખરી સંપૂર્ણ પણે ભસ્મીભૂત થઈ ગઈ હતી. સાથોસાથ ઘરમાં રહેતા સાત વ્યક્તિઓ દાઝી જતાં તમામને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જે પૈકી બે વ્યક્તિઓની સ્થિતિ વધારે ગંભીર બની રહી છે. હાલમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે તમામની સારવાર ચાલી રહી છે તો બીજી તરફ વાસણ ગામે સ્થાનિક ગ્રામજનો, ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચીને આગ બુજાવી હતી.
ગેસની બોટલમાં બ્લાસ્ટ થતાં ઘરની સીલીંગ પણ તૂટી ગઈ
ગેસની બોટલમાં બ્લાસ્ટ થતાં ઘરની સીલીંગ પણ તૂટી ગઈ છે. હાલમાં સમગ્ર પરિવાર હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો બીજી તરફ પોલીસ અને ફાયર ફાઈટર આ ઘટનાની તપાસ કરી રહી છે.