ઇડર તાલુકાના કેશરપુરા ગામમા આવેલ જમીનના મુદ્દે ચોરીવાડ ગામે બે જૂથ સામ-સામે આવી જતા હંગામો સર્જાયો હતો. જેમાં સામાન્ય બાબતે હુમલો થતા ચોરીવાડ ગામના 5 લોકો ઘાયલ થયા હતા.
ઇડરમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 લોકો ઘાયલ - sbr
સાબરકાંઠા : શહેરના ઇડરના ચોરીવાડ ગામે સામાન્ય બાબતમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં ઘાયલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઇડરમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 લોકો ઘાયલ
જમીન મુદ્દે આદિવાસી અને પટેલ સમાજે સામ-સામે હુમલો કરતા 3 મહિલા સહિત ર પુરુષોને ગંભીર ઇજા થતાં ઇડર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગામલોકોમાં હુમલાને લઈ આક્રોશ જોવા મળ્યો હતો. ચોરીવાડ ગામમા હાલ ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાતા પોલીસ ઘટના સ્થળ પર પહોચી છે. ઘટનાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.