ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજેન્દ્રનગરમાં મહિલા સરપંચ સહિત પાંચ સભ્યોના ઓચિંતા રાજીનામાથી ચકચાર

સાબરકાંઠાઃ આપણો દેશ લોકશાહી દેશ છે. જ્યાં લોકો દ્વારા અને લોકો માટે શાસન ચલાવવામાં આવે છે. સમગ્ર દેશમાં ચૂંટણી પ્રક્રિયા આગવું મહત્વ ધરાવે છે, ત્યારે નાનામાં નાનું ગામ પણ આ પ્રક્રિયાથી પસાર થાય છે, ત્યારે હિંમતનગરના સાવ છેવાડાના અને સમરસ ગ્રામ પંચાયત ધરાવતાં રાજેન્દ્રનગરમાં પણ મહિલા સરપંચ સહિત પાંચ સભ્યોએ સામાજિક કારણોસર ઓચિંતા રાજીનામા ધરી દેતા સમગ્ર ગામમાં શોક ઓફ વિલેજ બની જવા પામ્યું છે.

સ્પોઠ ફોટો

By

Published : Jun 29, 2019, 8:32 AM IST

ગામડાઓમાં ગ્રામ પંચાયતમાં લોકોના પ્રશ્નો ઉકેલવામાં આવે છે. પરંતુ હાલ સમગ્ર દેશમાં પંચાયતથી લઇ નગરપાલિકા અને છેક ઉપર સુધી જાણે એવું લાગે કે, લોકો દ્વારા અને લોકોના હિત માટે કોઇ કામ કરવામાં આવતાં નથી. અહીં તો પોતાના જ પ્રશ્નો અને વિખવાદો હોય છે કે સામાન્ય જનતાના પ્રશ્નો ઉકેલવાનો સમય કોઇ અધિકારીને રહેતો નથી. રાજેન્દ્રનગર ગ્રામ પંચાયત છેલ્લા ત્રણ કરતાં વધુ સમયથી સમરસ પંચાયત જાહેર થઇ છે. આ ગામમાં વિકાસના કામોમાં માંડ ગાડા ચાલ્યા તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. વળી ગામથી હાઇવેને જોડતો ત્રણ કિલોમીટરનો મુખ્ય માર્ગ સાવ બિસ્માર હાલતમાં હોવા છતાં પંચાયતને વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ પ્રશ્ન ઉકેલવામાં આવ્યો નથી. હાલ રસ્તાને બે સાઇડથી પહોળો કરીને પુનઃ ડામર કામ કરવાનું આરંભવામાં આવ્યું છે ત્યારે વરસાદી માહોલમાં આ રસ્તાના કામમાં કેટલી ભલીવાર આવશે તે મુદ્દે ગ્રામજનોની ચિંતા વધી છે.

આ ગામની પંચાયતને હજૂ ત્રણ વર્ષનો જ સમય થયો છે ત્યાં મહિલા સરપંચ સહિત અન્ય પાંચ સભ્યોએ સામાજિક કારણોસર દર્શાવી સામુહિક રાજીનામા ધરી દેતા અને ડેપ્યુટી સરપંચ અને અન્ય બે સભ્યો રાજીનામા નહીં આપતા આ સમગ્ર બાબત ટોક ઓફ ધ વિલેજ બની છે. હાલ તો સરપંચ સહિત પાંચ સભ્યોના રાજીનામા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂ કરાયા છે. તો શું આ બાબતે તટસ્થ તપાસ થશે કે કેમ? આ ઓચિંતા રાજીનામા પાછળ ક્યાં કારણો જવાબદાર છે કે પછી જવાબદીમાંથી છટકી જવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હાલ આ બાબતે સમગ્ર પંથકમાં જોર પકડ્યું છે.

ABOUT THE AUTHOR

...view details