સાબરકાંઠા: જિલ્લાના વિજયનગરમાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચથી વધારે વરસાદ ખાબકતા લોધરી નદીનું જળસ્તર વધ્યું હતું. જેના પગલે નદીના કિનારા ઉપર વસવાટ કરનારા 39 લોકોને તાત્કાલિક ધોરણે વહીવટીતંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
સાબરકાંઠાના વિજયનગરમાં નદીના પ્રવાહનું જળસ્તર વધતાં 39 લોકોને સલામત સ્થળે ખસેડાયા - Vijayanagar
સાબરકાંઠાના વિજયનગરથી પસાર થતી લોધરી નદીમાં જળસ્તર વધતાં સ્થાનિક કિનારા ઉપર વસવાટ કરતા 39 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

વિજયનગરમાં ભારે વરસાદના પગલે જમીન ધોવાણનો બીજો બનાવ બન્યો છે. જેમાં આતરસુંબાની લોધરી નદીના કિનારે વસવાટ કરતાં સાત પરિવારોના મકાનની 10 ફૂટની દિવાલનું ધોવાણ થતાં નદી કિનારે રહેવું જોખમી બન્યું હતું. જેના પગલે પરિવાર સહિત તમામ ઘરવખરીને વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવ્યા છે. તમામ પરિવારના 39 લોકોને વિજયનગર ખાતે ખસેડવામાં આવ્યા છે. આગામી સમયમાં નદીનું જળસ્તર ઘટે ત્યાં સુધીની તમામ વ્યવસ્થા વહીવટીતંત્રે પૂરી કરી લીધી છે.
વહીવટી તંત્ર દ્વારા આગામી સમયમાં જિલ્લામાં જોખમકારક વસાહતોમાં રહેલા વ્યક્તિઓને પણ તાત્કાલિક ધોરણે ખસેડવા જરૂરી છે.