- સાબરકાંઠામાં કોરોના બ્લાસ્ટ
- 32 વ્યક્તિઓને કોરોના પોઝિટિવ
- તમામને સિવિલ હોસ્પિટલ કરાય દાખલ
- તંત્ર દ્વારા ઠોસ પગલાની જરૂરિયાત
સાબરકાંઠા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ જાણે કે કોરોના પોઝિટિવનો બ્લાસ્ટ થયો હોય તેમ સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દિનપ્રતિદિન વધી રહેલા કોરોના દર્દીઓ થકી હવે સિવિલ હોસ્પિટલ ઉભરાઇ રહી છે. સાબરકાંઠા જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં 32 જેટલા દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે. જે પૈકી 12 દર્દીઓને સ્થિતિ ગંભીર હોવાના પગલે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જો કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત યોજાયેલી ભીડના પગલે કોરોના વધતો હોય તેમ હવે આગામી સમયમાં છેવાડાના વ્યકતિને ભોગવવાનું આવે તેવી સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વધારો
મેડિકલ યુનિટના 2 ડૉક્ટર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
સમગ્ર ઉત્તર ગુજરાતમાં કોરોના મહામારીમાં સાબરકાંઠા જિલ્લામાં કોરોનાની વધતો રોકવામાં સફળતા મળી હતી. તેમજ કેટલાક અંશે કોરોના પોઝિટિવ વધતી મહામારી સામે ટોસ પગલાં પણ લેવાયાં હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ગુજરાત સાબરકાંઠા જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે. જે અંતર્ગત મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરનારા 2 વિધાર્થીઓ સહિત મેડિકલ યુનિટના 2 ડૉક્ટર્સનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતાં સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચ્યો છે.