ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં આ બિમારી બની ગંભીર, હિંમતનગરમાં 30 વિંદ્યાર્થીઓને ટાઈફોઈડ થતાં તંત્ર થયુ દોડતું

કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં બીજી બિમારીનો ભય ઉભો થયો છે, સાબરકાંઠાના હિંમતનગરમાં મેડિકલ કોલેજના 30 જેટલા વિદ્યાર્થીઓને ટાઈફોઈડ થવાથી હોસ્પિટલ તંત્ર દોડતું થઈ ગયું છે. જોકે 10 વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે. પરંતુ હાલ 20 વિદ્યાર્થીઓ હજુ પણ સારવાર હેઠળ છે.

રાજ્યમાં આ બિમારી બની ગંભીર, હિંમતનગરમાં 30 વિંદ્યાર્થીઓને ટાઈફોઈડ થતાં તંત્ર થયુ દોડતું
રાજ્યમાં આ બિમારી બની ગંભીર, હિંમતનગરમાં 30 વિંદ્યાર્થીઓને ટાઈફોઈડ થતાં તંત્ર થયુ દોડતું

By

Published : Aug 11, 2021, 7:30 PM IST

  • રાજ્યમાં વધુ એક બિમારી બની ગંભીર
  • એક સાથે 30 વિદ્યાર્થીઓને થયો ટાઈફોઈડ
  • હાલમાં 20 વિદ્યાર્થીઓ સારવાર હેઠળ

સાબરકાંઠા: રાજ્યમાં વધુ એક બિમારીનો પગ પેસારો થયો છે. હિંમતનગર GMERS મેડિકલ કોલેજમાં સોમવારે 30 વિદ્યાર્થીઓને ટાઈફોયડ થયો હોવાની ઘટના સામે આવી છે. જેનાથી સિવિલ પ્રશાસનમાં અરેરાટી મચી છે. સિવિલ સંકુલમાં ગટરની લાઈન અને પીવાના પાણીની લાઈન ભેગી થઈ જતાં આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ટાઇફોઇડ થવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. આ વાતને સિવિલ પ્રશાસન દ્વારા આ વાતને નકારવામાં આવી છે.

રાજ્યમાં આ બિમારી બની ગંભીર, હિંમતનગરમાં 30 વિંદ્યાર્થીઓને ટાઈફોઈડ થતાં તંત્ર થયુ દોડતું

વિદ્યાર્થીઓનો સંભવિત ટાઇફોઇડ માટે ટેસ્ટ કરવામાં આવ્યા

હિંમતનગરની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને એક જ સાથે પેટમાં દુ:ખાવા સહિતની ફરિયાદો ઊભી થતા સિવિલમાં તેમના સેમ્પલ લઇને સંભવિત ટાઇફોઇડ માટે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં બધા જ વિદ્યાર્થીઓનો એક સાથે પોઝિટિવ રિપોર્ટ આવતાં સિવિલ પ્રશાસન દોડતું થયું હતું. 1200 કરોડના ખર્ચે અતિઆધુનિક સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવી છે જેમાં મેડીકલના વિદ્યાર્થીઓ માટે પણ વિવિધ વ્યવસ્થા કરાઈ છે જોકે સૌથી મહત્વની બાબત એ છે કે, મેડિકલનો અભ્યાસ કરનારા 20 વિદ્યાર્થીઓને અચાનક ટાઇફોઇડ થતાં તમામની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

30 વિદ્યાર્થીઓના કરાયા ટેસ્ટ

હોસ્ટેલમાં રહેતા કુલ 800 વિદ્યાર્થીઓ પૈકી 30 વિદ્યાર્થીઓને હાલત ખરાબ થતાં હોસ્પિટલ તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું કે બિન ઓરોગ્યપ્રદ ખોરાક કે પછી પાણી પિવાને કારણે રોગચાળો ફેલાયો છે. આવા કેસમાં 10 દિવસ પછી ટાઈફોઈડની અસર દેખાતી હોય છે.

20 વિદ્યાર્થીઓની સારવાર ચાલુ

ઉલ્લેખનીય છે કે, 30 વિદ્યાર્થીઓમાંથી હાલમાં 10 વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે. જ્યારે 20 વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે. જેમની હાલત સ્થિર છે. જેથી થોડાક દિવસોમાં તેમને પણ રજા આપવામાં આવશે.

10 વિદ્યાર્થીઓને આપવામાં આવી રજા

વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ કેટલાક દિવસથી આર.ઓ બંધ છે. જેથી ગટરનું પાણી અને પીવાના પાણીની લાઈન મિક્સ થઈ ગઈ જેના કારણે આ સમસ્યા ઉભી થઈ છે. કુલ 30 વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તેમાંના 10 વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે. જ્યારે હાલ 20 વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે.

આ પણ વાંચો:DCGIએ Covaccine અને Covishieldના મિશ્રિત ડોઝ પર અભ્યાસને આપી મંજૂરી

જોકે કોરોનાની ત્રીજી લહેર સામે સંપૂર્ણ સજ્જતાની વાતો થઇ રહી છે. ત્યારે મેડિકલના વિદ્યાર્થીઓ જ એકસાથે આટલી મોટી માત્રામાં બીમાર પડી ત્યારે તંત્રએ ક્યાંક કાચું કપાતું હોય તેમ માનવું યથા યોગ્ય ગણી શકાય...?

ABOUT THE AUTHOR

...view details