હિંમતનગર: કોરોના વાઇરસથી સમગ્ર વિશ્વમાં હાહાકાર સર્જાયો છે. 16,558 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત લાખો લોકો અસરગ્રસ્ત છે, ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ સોમવારે રાત્રિએ 3 દર્દીઓમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. જેથી તેમને સિવિલ હોસ્પિટલમાં આઇસોલેટેડ કરાયા છે. આ સાથે જ અન્ય ત્રણ લોકોને સ્ક્રિનિંગ વિભાગમાં મૂકવામાં આવ્યા છે.
કોરોના વાઇરસઃ હિંમતનગરમાં 3 શંકાસ્પદ દર્દી દાખલ - હિંમતનગરના તાજા સમાચાર
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઇરસના શંકાસ્પદ લક્ષણો ધરાવનારા 3 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. જેથી સમગ્ર જિલ્લામાં ખળભળાટ સર્જાયો છે.
![કોરોના વાઇરસઃ હિંમતનગરમાં 3 શંકાસ્પદ દર્દી દાખલ ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6523978-393-6523978-1585026554841.jpg)
સાબરકાંઠા જિલ્લામાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 8 વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમાં એક પણ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, સોમવારે રાત્રિએ એક સાથે 3 વ્યક્તિઓને દાખલ કરવામાં આવતાં જિલ્લાના વહીવટી તંત્ર સહિત સમગ્ર જિલ્લામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
સાબરકાંઠા જિલ્લો આંતર-રાજ્ય તેમજ આંતર જિલ્લાની સરહદ સાથે જોડાયેલો હોવાના કારણે કોરોના વાઇરસની સામે ઠોસ પગલાં ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જિલ્લામાં કલમ 144ની સાથે મંગળવારે રાત્રિએ જિલ્લાને લોકડાઉન પણ કરી દેવાયો છે.