સાબરકાંઠા: જિલ્લામાં લોકો કોરોનામુક્ત બની ઘરે પરત ફરી રહ્યા છે. 6 માસની બાળકીથી લઈ 80 વર્ષના વૃધ્ધા સુધી કોરોનાના દર્દીઓ યોગ્ય સારવારને પગલે કોરોનાને માત આપી રહ્યા છે. મંગળવારે સાબરકાંઠાની તબીબી ટીમે વધુ ૩ દર્દીઓને સાજા કર્યા.
સાબરકાંઠા જિલ્લામાં વધુ ૩ દર્દીઓએ કોરોનાને આપી માત - corona virus pandemic
સાબરકાંઠા જિલ્લામાં મંગળવારે વધુ ૩ દર્દીઓએ કોરોનાને માત આપી હતી. આ સાથે અત્યાર સુધી કુલ ૭૯ દર્દીઓ કોરોના મુક્ત થયા છે અને હવે માત્ર 10 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. હાલ સાબરકાંઠા જિલ્લો કોરોનામુક્ત બનવા તરફ આગળ વધી રહ્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં વધુ ૩ દર્દીઓએ કોરોનાને આપી માત
સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે GMERS મેડીકલ કોલેજ, મેડીસ્ટર હોસ્પિટલ તેમજ સમરસ હોસ્ટેલ એમ ત્રણ જગ્યાએ કોવિડ કેર સેન્ટર ઉભા કરી કોરોનાની અત્યાધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અત્યાર સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના 92 દર્દીઓ નોંધાયા છે જેમાંથી 79 દર્દી કોરોનામુક્ત થયા છે તેમજ હાલ 10 દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે જ્યારે ૩ કોરોના દર્દીના મોત થયા છે.