સાબરકાંઠા જિલ્લાના ઈડર તેમજ વડાલી તાલુકામા શિયાળાની કડકડતી ઠંડીમાં વહેલી સવારે જુદી જુદી બેંકના ત્રણ એ.ટી.એમ મશીનો તોડી ટોટલ 20 લાખની ચોરીને અંજામ આપનાર ચોર ટોળકી પલાયન થઈ જતાં પોલીસ તંત્રની ઉંઘ હરામ થવા પામી છે ત્યારે મહત્વની વાત એ છે કે વડાલી એસ.બી.આઈ બેંકનાં એ.ટી.એમ મશીનમાંથી 11.89 લાખની ચોરી કરવાના બનાવને લઈ બેંકના સિક્યુરિટી ગાર્ડ સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.sabarkatha atm stolen cctv
3 ATM માંથી 20 લાખની ચોરી સીસીટીવીમાં કેદ થતા પોલીસ તપાસ - ETV BHARAT GUJARAT SABARKANTHA
સાબરકાંઠા જીલ્લાના ઈડર તેમજ વડાલી તાલુકામાં એકજ રાતમાં સવારના પરોઢિયે અલગ અલગ બેંકના ત્રણ એ.ટી.એમ મશીનો તોડી020 લાખની ચોરીને અંજામ આપતા પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે... sabarkatha atm stolen cctv
શું બેન્કો સિક્યુરિટી ગાર્ડ વગર એ.ટી.એમ મશીનોને રામ ભરોસેછોડી દે છે કે એ.ટી.એમ મશીનોમાં રાખેલી લાખોની રકમ શું રામ ભરોશે ચાલશે બેંક દ્વારા કોઈ સિક્યુરિટી ગાર્ડ કેમ મૂકવામાં આવતા નથી જેવા અનેક સવાલો પણ ઉઠવા પામ્યા છે ત્યારે ઈડર શહેરમાંથી પસાર થતો હાઈવે જે દિવસ રાત ધમધમતો હોય છે અને એકજ રાતમાં આ હાઈવે રોડ પર ઈડરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલી આઈ.ડી.એફ.સી ફર્સ્ટ નામની બેન્કનું એ.ટી.એમ મશીન તોડીને ચોરોએ 8.23 લાખ ચોરીને અંજામ આપતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે
વાડાલી પોલીસ મથકેથીમાત્ર થોડેક દૂર આવેલ એસ.બી.આઈ બેંકના એ.ટી.એમ સહિત વડાલીના ડોભાડા ચોકડી ખાતેના ખાનગી કંપનીના એ.ટી.એમ ને ગેસ કટર વડે કાપી એકજ રાતમાં ત્રણ અલગ અલગ જગ્યા ના એ.ટી.એમ મશીન માંથી લાખોની ચોરી થયાનો બનાવ સામે આવતા પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે ઈડર તેમજ વડાલી તાલુકાના એ.ટી.એમ મશીનોમાંથી થયેલી ચોરીને લઈ બેંક મેનેજરોએ ઈડર તેમજ વડાલી પોલીસ મથક ખાતે અજાણ્યાં ચોર ટોળકી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે...
વડાલી એસબીઆઇ બેન્કમાં11લાખ થી વધુની ચોરીની વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે જે ગેસ કટરથી એટીએમ કાપી ચોરી કરાઈ હતી ચોરો એ સીસીટીવી કેમેરા પર સ્પ્રે જેવો પદાર્થ છાંટી સીસીટી તેમજ અન્ય સીસીટીવી ફૂટેજ કબજે લઈ પોલીસ વધુની તપાસ હાથધરી છે.