ગુજરાત

gujarat

ETV Bharat / state

હિંમતનગરમાં વધુ બે શિક્ષણ સંસ્થાનું કરાયુ લોકાપર્ણ, 300 વિદ્યાર્થીઓને મળશે આધુનિક શિક્ષણ - education department in gujarat

સાબરકાંઠાઃ હિંમતનગર નજીક આવેલી અનેરા વિશ્વમંગલમ્ સંસ્થા દ્વારા 125 લાખના ખર્ચે વધુ બે શિક્ષણ સંસ્થાને ખુલ્લી મુકવામાં આવી હતી. જેથી હિંમતનગર સહિત આસપાસના વિસ્તારોમાં પણ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ખુશી જોવા મળી રહી છે.

Anera Institute of Himatnagar

By

Published : Oct 21, 2019, 4:38 AM IST

આ શિક્ષણ સંસ્થાને ભારતની ખ્યાતનામ વાઘ-બકરી ગ્રૂપ તેમજ અનેરા વિશ્વમંગલમ્ સંસ્થા દ્વારા વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું છે. જો કે, રવિવારે ખુલ્લા મુકાયેલા આ વિદ્યા સંકુલોમાં સંપૂર્ણ સુવિધાઓ સાથે વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મતની પણ સવલત મળી રહે તે ઉદ્દેશથી બનાવાયા છે. જેમાં ભારતની વાઘ-બકરી ગ્રુપના અગ્રણીઓ, ગુજરાતના ખ્યાતનામ લેખક અને પદ્મશ્રી એવોર્ડ સન્માનિત રઘુવીર ચૌધરીના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સંસ્થાને અનુદાન આપનારા નાના-મોટા તમામ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

હિંમતનગરની અનેરા વિશ્વમંગલમ્ સંસ્થામાં વધુ બે શિક્ષણ સંસ્થાનું કરાયુ લોકાપર્ણ

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં પડેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે તમામ શિક્ષકોને કામે લાગવાની હાકલ કરવામાં આવી હતી. આ સંસ્થા દ્વારા ગુજરાતમાં અત્યાર સુધીમાં ૨૦ હજારથી વધારે શિક્ષકોની ભેટ આપવામાં આવી છે. તેમજ અત્યારના સમયમાં પણ 1 હજારથી વધારે વિદ્યાર્થીઓ નિયમિત પણે શિક્ષણ જગતમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, રવિવારથી શરૂ થયેલ વધુ બે સંસ્થા દ્વારા 300થી વધારે વિદ્યાર્થીઓને વધુ સવલત મળી રહેશે. સાથે જ ઉચ્ચ શિક્ષણની અને વર્તમાન પ્રવાહની પૂર્ણ જાણકારી પ્રાપ્ત થઇ શકશે. જેથી સંસ્થાના વિદ્યાર્થીઓ વધુને વધુ સફળતા પ્રાપ્ત કરી શકશે.

ABOUT THE AUTHOR

...view details