ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠા નેશનલ હાઇવે નંબર 8 પર અકસ્માતમાં 2નાં મોત - National Highway No 8

સાબરકાંઠાના નેશનલ હાઇવે નંબર 8 ઉપર આજે અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારને ટક્કર મારતા બે વ્યક્તિઓના મોત થયા હતા. જેના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે સૌથી મહત્વની બાબત એ છે કે ,છેલ્લા કેટલાક સમયથી નેશનલ હાઇવે નંબર 8 ઉપર પડી રહેલા ખાડા સહિત બેફામ દોડતા વાહનોના કેટલાય લોકો જીવ ગુમાવી રહ્યા છે.

સાબરકાંઠા નેશનલ હાઇવે નંબર 8 પર અકસ્માતમાં 2નાં મોત
સાબરકાંઠા નેશનલ હાઇવે નંબર 8 પર અકસ્માતમાં 2નાં મોત

By

Published : Dec 31, 2020, 9:34 AM IST

  • નેશનલ હાઈવે પર અકસ્માતોની વણજાર
  • અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા 2ના મોત
  • વધતા અકસ્માતો માટે વહીવટી તંત્ર જવાબદાર

સાબરકાંઠા : નેશનલ હાઈવે નંબર ૮ ઉપર છેલ્લા કેટલા સમયથી અકસ્માતોની વણઝાર સર્જાઇ રહી છે. જે અંતર્ગત આજે સવારે હિંમતનગર થી શામળાજીની વચ્ચે કરણપુર પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇક ઉપર જઇ રહેલા દંપતીને ટક્કર મારતાં બંનેને ઘટના સ્થળે મોત થયું હતું. જેના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી હતી. જોકે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ફરાર થઇ ગયા હોવા છતાં હજી સુધી ફરાર વાહનચાલક અંગે કોઈ વિગતો મળી શકી નથી. ત્યારે સ્થાનિક લોકોએ 108ને ફોન કરતા તાત્કાલિક ધોરણે સારવાર પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. તે પહેલા બંનેના ઘટના સ્થળે મોત થયા હતા. આ સમગ્ર મામલો પોલીસ મથકે ફરિયાદ નોંધાવા છે તેમજ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

હિંમતનગર શામળાજી વચ્ચે અજાણ્યા વાહનની ટક્કરે બેના મોત

સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 8 ઉપર બાઇક ઉપર જઇ રહેલા દંપતીને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જેમાં બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 8 ઉપર છેલ્લા કેટલાક સમયથી ઓવરબ્રિજના કામના પગલી ઠેરઠેર રોડ તોડી નાખવામાં આવ્યું છે. તેમજ ડાયવર્ઝન વધુ પ્રમાણમાં હોવાના પગલે અકસ્માતો પણ વધ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં નેશનલ હાઇવે નંબર આઠ ઉપર 10 થી વધારે અકસ્માત નોંધાઈ ચૂક્યા છે. તેમ જ ચારથી વધારે લોકોના મોત થયા છે. ત્યારે અકસ્માતોની વણઝાર વચ્ચે વહીવટી તંત્રે પણ આ મામલે જાગવાની જરૂરિયાત છે.

નેશનલ હાઈવે નંબર 8 ની છ માર્ગીય કરવાના કામકાજ મંદ ગતિ ચાલું

સાબરકાંઠા જિલ્લામાં પસાર થતા નેશનલ હાઈવે નંબર 8 ની છ માર્ગીય કરવાના કામકાજ મંદ ગતિએ ચાલી રહી છે. જોકેદિન પ્રતિદિન આ વિસ્તારમાં અકસ્માતોના વધતાં બનાવના પગલે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે સ્થાનિક વહીવટી તંત્રે આ મામલે જાગવાની જરૂર છે. આગામી સમયમાં વધતા અકસ્માતો ઘટાડવા માટે આ વિસ્તારમાં તાત્કાલિક કામ શરૂ થાય તે જરૂરી છે.

આ મામલે આગામી સમયમાં વહીવટીતંત્ર દ્વારા કેવા અને કેટલા પગલાં ભરાશે તે પણ મહત્વનું બની રહે છે. તેમજ મંદ ગતિએ ચાલતું કામ ક્યારે પૂર્ણ થશે એ એક યક્ષ પ્રશ્ન છે.

ABOUT THE AUTHOR

...view details