સાબરકાંઠાઃ કોરોના વૈશ્વિક મહામારીને પગલે ગુજરાતના સાબરકાંઠામાં પરપ્રાંતીય શ્રમિકોને સ્પેશિયલ શ્રમિક ટ્રેન મારફતે વતન પહોંચાડવાના સરકારના નિર્ણય અન્વયે સાબરકાંઠા જિલ્લામાંથી 57 બસો દ્વારા 1600 થી વધુ શ્રમિકોને મહેસાણાથી ટ્રેન મારફતે વતન ઉત્તરપ્રદેશ રવાના કરતા સૈનિકો પણ આનંદિત થઈ ઉઠ્યા છે.
સાબરકાંઠા જિલ્લામાંથી 1600 શ્રમિકોને સ્પેશિયલ ટ્રેન દ્વારા ઉત્તર પ્રદેશ રવાના કરાયા સાબરકાંઠા જિલ્લામાંથી ગુરુવારના રોજ 57 જેટલી બસો દ્વારા 1600 થી વધુ શ્રમિકોને વતનમાં મોકલવાની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં કરવામાં આવી હતી. જે અંતર્ગત હિંમતનગર શહેરના 270 શ્રમિકોને 9 બસોમાં ટાઉનહોલ ખાતેથી રવાના કરાયા હતા.
સાબરકાંઠા જિલ્લામાંથી 1600 શ્રમિકોને સ્પેશિયલ ટ્રેન દ્વારા ઉત્તર પ્રદેશ રવાના કરાયા તેમજ RTO સર્કલ ખાતેથી 350 શ્રમિકોને 10 બસો દ્વારા મહેસાણા જવા રવાના કરાયા હતા. આ સાથે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી શ્રમિકો વતન માટે રવાના કરવામાં આવ્યા હતા, તેમજ વતન મોકલતા પહેલા આ શ્રમિકોની આરોગ્ય ચકાસણી કરી તબીબી પ્રમાણ પત્ર આપવામાં આવ્યા હતાં.
સાબરકાંઠા જિલ્લામાંથી 1600 શ્રમિકોને સ્પેશિયલ ટ્રેન દ્વારા ઉત્તર પ્રદેશ રવાના કરાયા કોરોનાના સંક્રમણના જોખમને ધ્યાને રાખી તમામ નિયમોનુ પાલન કરવામાં આવ્યું હતું. તમામ શ્રમિકોને ફરજીયાત માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગના પાલન સાથે શ્રમિકો મહેસાણાથી સ્પેશિયલ શ્રમિક ટ્રેન મારફતે ઉત્તરપ્રદેશ જશે. બસમાં શ્રમિકો માટે ફૂડપેકેટ પાણી જેવી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી. સાથો સાથ તમામ શ્રમિકોને હિંમતનગર ટાઉન હોલમાં પિકે ફિલ્મ પણ બતાવવામાં આવી હતી.
તેમજ વતન જતા પહેલા શ્રમિકો સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્રનો આભાર માન્યો હતો. તેમજ સરકાર દ્વારા તેમની લાગણી અને માંગણીને સંતોષ પૂર્વક સ્વીકારતા વતનમાં પણ ગુજરાતની સુવાસ પહોંચાડવાની વાત કરી હતી. આ તબક્કે સાબરકાંઠા જિલ્લા કલેકટરથી લઈ તમામ પદાધિકારીઓ અને વહીવટી તંત્ર હાજર રહ્યાં હતાં. તેમજ તમામ શ્રમિકોને મહેસાણા સુધી પહોંચાડવા માટે ST બસ મારફતે લીલીઝંડી આપી તેમને રવાના કર્યા હતા.