- હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એક સાથે 15 જેટલી 108 એમ્બ્યુલન્સ કોરોના મામલે કતારમાં
- વહીવટી તંત્ર પાસે ઠોસ પગલાંની માગ
- આગામી સમયમાં સ્થિતિ વધુ ગંભીર થવાના એંધાણ
સાબરકાંઠા:કોરોના મહામારી ને પગલે સમગ્ર વિશ્વમાં હાહાકાર સમજાવે છે તેમજ હજારો લોકોના મોત કોરોના ને પગલે થઈ ચૂકયું છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ કોરોના મહામારી દિનપ્રતિદિન વધુ વ્યાપક બની રહી હોય તેવો ઘાટ સર્જાયો છે સાબરકાંઠા જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલ ખાતે આજે એક સાથે 15 જેટલી 108 કોરોના દર્દીઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી જો કે વહીવટી તંત્ર દ્વારા કોરોના દર્દીઓની સારવાર માટે ઓક્સિજન અને વેન્ટિલેટર સહિતના વિવિધ વધારવાની કામગીરી હાથ ધરાઇ છે ત્યારે દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે જે આગામી સમય માટે સમસ્યાનું કારણ બને તો નવાઈ નહીં.
આ પણ વાંચો:એશિયાની સૌથી મોટી અમદાવાદની સિવિલ હોસ્પિટલની બહાર 108ની લાંબી લાઇનો લાગી