ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠાના ખેડબ્રહ્મા નગરપાલિકામાં 11 કોર્પોરેટરના રાજીનામાં, રાજકારણ ગરમાયું - ખેડબ્રહ્મા નગરપાલિકા

સાબરકાંઠાના ખેડબ્રહ્મા નગરપાલિકામાં એક સાથે 11 કોર્પોરેટરોએ રાજીનામાં આપી દેતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. આ સાથે જિલ્લાના રાજકારણ ગરમાયું છે.

Sabarkantha
સાબરકાંઠા

By

Published : Mar 18, 2020, 10:19 AM IST

સાબરકાંઠા: સમગ્ર ઉત્તર ગુજરાતમાં મીની અંબાજી તરીકે ઓળખાતા ખેડબ્રહ્મા નગરપાલિકામાં એકસાથે 11 કોર્પોરેટરોએ રાજીનામાં આપી દેતા જિલ્લાના રાજકારણ ગરમાયું છે. ખેડબ્રહ્મા નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની છેલ્લા કેટલાક સમયથી આડોડાઈને પગલે વિરોધાભાસ ચાલી રહ્યો હતો. જો કે, ખેડબ્રહ્મા નગરપાલિકાના 11 કોર્પોરેટરોએ એકસાથે રાજીનામાં આપી દેવાના પગલે સ્થાનિક રાજકારણમાં ભારે હંગામો સર્જાયો છે.

સામાન્ય રીતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને મોટાભાગના તમામ કોર્પોરેટરો સહિત વિવિધ કમિટીઓના ચેરમેનો સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ જોડાયેલા રહેતા હોય છે. જેમાં ખાસ કરીને વિકાસની વિવિધ બાબતોમાં તેમનું વલણ પણ મહત્વનું સાબિત થતું હોય છે. જો કે, ખેડબ્રહ્મા નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના વાણીવિલાસ અને વર્તનને પગલે સ્થાનિય રાજકારણમાં ભારે અસંતોષ વ્યાપ્યો હતો. જે સમય જતાં વિકરાળ સ્વરૂપ ધારણ થઈ ચૂક્યું છે.

ખેડબ્રહ્મા નગરપાલિકામાં ઉભા થયેલા અસંતોષને પગલે 11 કોર્પોરેટરોએ આપેલા રાજીનામાં આગામી સમયમાં કેવા સમીકરણનો બનાવે છે, એ તો સમય બતાવશે.

ABOUT THE AUTHOR

...view details