- હિંમતનગર તાલુકાના એકસાથે 7 ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન
- આગામી 10 દિવસ સુધી લોકડાઉનની કરાઈ જાહેરાત
- કોરોના મહામારીના વધતા વલણને લઈને લેવાયો નિર્ણય
સાબરકાંઠા:કોરોના સંક્રમણને કારણે ગામડાઓ પણ દિનપ્રતિદિન જાગૃત બની રહ્યા છે. ત્યારે, સાબરકાંઠાના હિમતનગર તાલુકાના 7 ગામોએ આજ ગુરૂવારથી 10 દિવસ સુધી લોકડાઉન જાહેર કર્યું છે. જેમાં, ખેડ, ધનપુરા, શેરડી ટીંબા, અરજણપુરા, હિંમતપુર,ગાંધીપુરાકંપા સહિતના ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. ગામડાઓમાં મુખ્યત્વે પશુપાલન અને ખેતી સાથે મોટો વર્ગ જોડાયેલો હોય છે. જે તમામને, સવાર સાંજ દૂધ માટે છૂટછાટ આપવામાં અપાઈ છે. જોકે, ખેતી અને પશુપાલન સિવાયના લોકો માટે પણ મેડીકલ તેમજ આવશ્યક ચીજવસ્તુઓ માટે સવારે છૂટછાટ આપ્યા બાદ બાકીના કલાકો દરમિયાન ચુસ્ત સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે.
આ પણ વાંચો:સાબરકાંઠામાં કોરોના સંક્રમણ વધતા વધુ 230 બેડની વ્યવસ્થા કરાઈ