મોડાસાઃ અરવલ્લી કોરોના સામેની લડાઇને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકારે યોગ કરીશું કોરોનાને હરાવીશું અભિયાન દ્વારા તમામ લોકોને યોગમાં જોડાવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. જેમાં અરવલ્લીના 1.60 લાખથી વધુ લોકો પોતાના ઘરે પરિવાર સાથે રહીને યોગ કર્યાં હતાં. જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડાએ પણ પોતાના ઘરે રહી પરિવાર સાથે યોગ કર્યા હતાં.
અરવલ્લીમાં 1.60 લાખ લોકોએ પરિવાર સાથે યોગદિનની કરી ઉજવણી સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીમાંથી પસાર થઇ રહ્યો છે, ત્યારે કોરોના સામેની લડાઇ યોગ એ અરસકારક માધ્યમ, સંક્રમણથી બચવા અને રોગપ્રતિકાર શક્તિ વધારવાનો અકસીર ઇલાજ છે. ભારતીય સંસ્કૃતિની ઓળખ સમાન યોગને સમગ્ર વિશ્વએ સ્વીકાર કર્યો છે અને 21 જૂનને વિશ્વ યોગ દિનની અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગે પણ ઉજવણી કરી હતી.
અરવલ્લીમાં 1.60 લાખ લોકોએ પરિવાર સાથે યોગદિનની કરી ઉજવણી આ ઉજવણીમાં પ્રાથમિક વિભાગમાં મોડાસામાંથી 19026, માલપુરમાં 10170, ધનસુરા 11225, બાયડ 17964 અને ભિલોડના 20790 લોકોએ, જ્યારે માધ્યમિક વિભાગમાંથી 23359, જ્યારે આંગણવાડીના 37259 તેમજ શામળાજી મંદિરના પરીસરમાં, જેલના કેદીઓ, પોલીસ, પંચાયત, મહેસૂલ સહિતના તમામ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓએ યોગ કર્યા હતાં.
અરવલ્લીમાં 1.60 લાખ લોકોએ પરિવાર સાથે યોગદિનની કરી ઉજવણી કોરોનાને લઇ જિલ્લાના 46152 પરિવારના 1,63,855 લોકોએ સોશ્યિલ ડિસ્ટન્સ જાળવી તેમજ સંક્રમણથી બચવા ઘરે રહી ‘યોગ એટ હોમ, યોગ વિથ ફેમિલી’ પોતાના પરિવાર સાથે યોગ દિનની ઉજવણી કરી હતી.
અરવલ્લીમાં 1.60 લાખ લોકોએ પરિવાર સાથે યોગદિનની કરી ઉજવણી