ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં ઝોમેટોનો ડિલિવરી બોય 6 બોટલ દારૂ સાથે ઝડપાયો - Rajkot liquor cache

રાજકોટ: વિદેશી દારૂની હેરાફેરીનો નવો કીમિયો સામે આવ્યો છે. જેમાં ઝોમેટો કંપનીનો ડિલિવરી બોય વિદેશી દારૂની 6 બોટલો સાથે ઝડપાયો હતો. રાજકોટની ગાંધીગ્રામ પોલીસે બાતમીના આધારે મિલન લખમણભાઈ ગરેજા નામના ડિલિવરી બોયને શહેરની અક્ષર સ્કૂલ નજીકથી ઝડપી પાડ્યો હતો.

ઝોમેટો કંપનીનો ડિવેલરી બોય 6 બોટલ દારૂ સાથે ઝડપાયો

By

Published : Nov 20, 2019, 4:42 PM IST

દારૂ સાથે ઝડપાયેલ ઈસમ અગાઉ પણ સાત વર્ષ પહેલા પોરબંદર ખાતે દારૂના કેસમાં ઝડપાઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં આ પ્રકારની ઘરે ઘરે દારૂની ડિલિવરી થતી હોય તેવી ઘટના સામે આવી હતી. પોલીસે ઇસમની વધુ પૂછપરછ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details