ગુજરાત

gujarat

ETV Bharat / state

Youth suicide in Rajkot: રાજકોટમાં વ્યાજચક્રમાં ફસાયેલ યુવકે આપઘાત કર્યો

રાજકોટમાં એક યુવકે ઝેરી દવા પીને આપઘાત કરી લીધાની ઘટના (Youth commits suicide by consuming poisonous drug in Rajkot )સામે આવી છે. શહેરના લાલપરી વિસ્તારમાં રહેતા અશોક મકવાણા નામના યુવકે રવિવારે પોતાના ઘરે દવા પીને આપઘાત(Youth suicide in Rajkot ) કર્યો હતો. જ્યારે તેને પરિવારજનો દ્વારા શહેરની ખાનગી હોસ્પિટલમાં (City private hospital )ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેને વધુ સારવાર મળે તે પહેલાં જ તે મૃત્યુ પામ્યો હતો. પોલીસની(Rajkot B Division Police ) પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યુવક વ્યાજના વિષચક્રમાં ફસાયો હતો અને માથે દેવું થઈ જતાં તેને આપઘાત કરી લીધો છે.

Youth suicide in Rajkot: રાજકોટમાં વ્યાજચક્રમાં ફસાયેલ યુવકે આપઘાત કર્યો
Youth suicide in Rajkot: રાજકોટમાં વ્યાજચક્રમાં ફસાયેલ યુવકે આપઘાત કર્યો

By

Published : Dec 14, 2021, 11:51 AM IST

  • રાજકોટમાં એક યુવકે ઝેરી દવા પીને આપઘાત કર્યો
  • યુવકને દેવું થઈ જતા આપઘાત કર્યો
  • દેવું ભરવા માટે સક્ષમ ન હોવાના કારણે તેને મોતને વ્હાલું કર્યું

રાજકોટ: રાજકોટમાં એક યુવકે ઝેરી દવા પીને આપઘાત કરી (Youth commits suicide by consuming poisonous drug in Rajkot )લીધાની ઘટના સામે આવી છે. શહેરના લાલપરી વિસ્તારમાં(Lalpari area of the city) રહેતા અશોક મકવાણા નામના યુવકે રવિવારે પોતાના ઘરે દવા પીને આપઘાત(Youth suicide in Rajkot ) કર્યો હતો. જ્યારે તેને પરિવારજનો દ્વારા શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં (City private hospital ) આવ્યો હતો પરંતુ તેને વધુ સારવાર મળે તે પહેલાં જ તે મૃત્યુ પામ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતાં રાજકોટ બી ડિવિઝન પોલીસ (Rajkot B Division Police ) દ્વારા ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથધરી હતી. પોલીસનીપ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે યુવક વ્યાજના વિષચક્રમાં ફસાયો હતો અને માથે દેવું થઈ જતાં તેને આપઘાત કરી લીધો છે.

દેવું થઈ જતા કર્યો આપઘાત

શહેર બી ડિવિઝન પોલીસની (Rajkot B Division Police ) પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આપઘાત કરનાર અશોક મકવાણાએ ભીમા નામના શખ્સ પાસેથી રૂ.35 હજાર અને ભરત નામના શખ્સ પાસેથી રૂપિયા 25 હજાર વ્યાજે લીધા હતા. જ્યારે 35 હજારના એક લાખ રૂપિયા ચૂકવ્યા હતા. તેમજ 25 હજારના રોજના 590 રૂપિયા વ્યાજ અશોક ચૂકવતો હતો. આ દરમિયાન અશોક ઉપર રૂ. 5 લાખનું દેવું થઈ ગયું હતું. જેને લઈને તે આ દેવું ભરવા માટે સક્ષમ ન હોવાના કારણે તેને મોતને વ્હાલું કર્યું હતું.

રાજકોટમાં વ્યાજચક્રમાં ફસાયેલ યુવકે આપઘાત કર્યો

મૃતક ઇમિટેશનનું કામ કરતો હતો

અશોક મકવાણા નામના મૃતક યુવાનના પિતા છૂટક મજૂરી કરે છે. જ્યારે અશોક ઘરે બેઠા ઇમિટેશનનું કામ કરતો હતો, તે બીજા પાસેથી માલ લાવીને અન્ય કારીગરોને કામ આપતો હતો. જે પૈકી માંથી એક કારીગર રૂ. 3 લાખનો માલ લઈને ભાગી ગયો હતોમ જ્યારે અશોકે જેની પાસેથી માલ લીધો હતો. તેને ચૂકવવા માટે વ્યાજે નાણાં લેવા પડ્યા હતા અને આમ તે વ્યાજચક્રમાં સપડાયો હતો. શહેરમાં વ્યાજચક્રના કારણે યુવકે આપઘાત કરી લેતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચોઃમુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સોમવારથી બે દિવસ માટે વારાણસી કાશીના પ્રવાસે જશે

આ પણ વાંચોઃGujarati Cinema Premier League 2021: 22 ડિસેમ્બરે શરૂ થતી લીગ 4 મહિના ચાલશે, સારી ફિલ્મોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં મોકલાશે

ABOUT THE AUTHOR

...view details